SURAT

રક્ષાબંધનનો પર્વ માતમમાં ફેરવાયો: પાંડેસરામાં 22 વર્ષીય જેટ મશીન ઓપરેટરનો ફાંસો ખાઇ આપઘાત

સુરત: પાંડેસરા (Pandesara) જય અંબે નગરમાં બપોરના ભોજન બાદ બિહારવાસી રૂમમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. ધર્મેન્દ્રકુમાર ચૌધરી જેટ મશીન ઓપરેટર અને નાઈટ પાળી કરી ઘરે આવ્યો હતો. મિત્રો એ જણાવ્યું હતું કે સંગીત (Song) વગાડતા છેલ્લા જોયો હતો ત્યારબાદ ફાંસો (Suicide) ખાધેલી હાલતમાં જોતા આશ્ચર્યમાં પડી ગયા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વના દિવસે જ ધર્મેન્દ્ર એ ફાંસો ખાય લીધો હોવાનો મેસેજ મળતા બન્ને બહેનો સહિત આખું પરિવાર આઘાતમાં સરી પડ્યું હતું.

કુંજનકુમાર (પિતરાઈ ભાઈ) એ જણાવ્યું હતું કે રોજગારી માટે સુરત આવ્યા હતા. ધર્મેન્દ્ર સુરેશ ચૌધરી ઉ.વ. 22 રહે જય અંબે નગર પાંડેસરા ને એક મોટો ભાઈ અને બે બહેન સાથે માતા-પિતા વતન બિહારમાં રહે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં જેટ મશીન ઓપરેટર તરીકે કામ કરી ધર્મેન્દ્ર રોજગારી મેળવી લેતો હતો. આજે નાઈટ પાળી કરી ઘરે પરત ફર્યો હતો.

વધુમાં જણાવ્યું હતું કે સવારે કામ પરથી આવ્યા બાદ પણ કોઈ માનસિક તણાવ જેવું લાગતું ન હતું. બે રૂમમાં પરિવાર સાથે રહેતા 4-5 મિત્રો એક જ ગેસ્ટ રૂમમાં રહેતા હતા. જ્યાં બપોર ના ભોજન બાદ ધર્મેન્દ્ર ગીત સંગીત ની મજા લેતો હતો. ત્યારબાદ બીજા મિત્રો ઘર બહાર બેઠા હતા. બસ દરવાજો ખોલતા જ ધર્મેન્દ્ર લટકતી હાલતમાં જોઈ બૂમાબૂમ થઈ ગઈ હતી. તાત્કાલિક 108માં સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો.

Most Popular

To Top