Charchapatra

પ્યારી બહેનોંકી આવાઝ,

મા ધરતીકે રક્ષા કાજ,  એક રાખડી હમારે સૈનિક કે નામ” આ સૂત્ર સાથે ભાઈ-બહેનનો અતૂટ નાતો ધરાવતા રક્ષાબંધન તહેવાર આવે છે.રક્ષા કાજે પોતાના ભાઈને બહેન રાખડી બાંધતી હોય પણ ખરા અર્થમાં જો વિચારીએ‌ તો આખા દેશમાં સુરક્ષિત રાખનારા સરહદ પર જાનને ન્યોછાવર કરનારા સૈનિકો તત્પર બનીને નિર્ભયતાથી ઊભા રહે ત્યારે ભારતીય નારી રાખડી બાંધે ત્યારે સૌને ગૌરવ અનુભવ થાય.આવા વિચારોના વમળમાં વચ્ચે વોટ્સએપ પર મોતાથી દીપાબેન દેસાઈનો એક મેસેજ આવ્યો.મેસેજ અનોખો અને દિશારૂપ નવી પેઢીને સમર્પણ આપનારો છે.

બારડોલી પાસે પાટીદારોનું મોતા ગામમાં મેઇન રોડ પરથી પસાર થાવ ત્યારે રોડને અડીને આવેલા શાંતારામ ભટ્ટ ઈંગ્લીશ મિડીયમ ફેસિલીટીયુક્ત સ્કૂલનું આલિશાન બિલ્ડીંગ જોવા મળે અને આ સ્કૂલના વિઝનરી પ્રિન્સીપાલ બહેન દીપા દેસાઈ છે.દીપાબેન શિક્ષણવિદ્દ ખરા, પણ અધર એકટીવીટી તેમનું ગ્રીન માઈન્ડ ચાલે.  હાલમાં જે વોટ્સએપ એવો જ મેસેજ એવો આવ્યો કે તેઓની મોતાની સ્કૂલની ૧૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ આ વખતે દેશના રક્ષા કરતા સૈનિકોને સુંદર મઝાનો શુભેચ્છા કાર્ડ બનાવીને રાખડી મૂકી મોકલી આપવામાં આવી છે.

તેઓનો લગાવ હતો કે દેશ માટે જિંદગી ન્યોછાવર કરનારા સૈનિકો માટે કઠોર પરિશ્રમ નવી પેઢીને જાણવું ખૂબ જ મહત્ત્વનું છે.એ માટે દેશદાઝ પર મરી ફીટવા તત્પર સૈનિકોને માટે રક્ષારૂપી અનોખી ભેટ આપી.  મોતાની શાંતારામ ભટ્ટ સ્કૂલની વિશેષતા એ છે કે આ સ્કૂલનો એક વિદ્યાર્થી જગદીશ વસાવા આજે દેશદાઝ માટે આર્મીમાં તૈનાત છે.જો કે સૈનિકોને મોતા સ્કૂલે શુભેચ્છા કાર્ડ સૈનિકો માટે ભાવવાહી શબ્દો હતા કે “અમારા સૈનિક ભાઈઓ ભલે દેશ સલામત રાખતા હોય તો પણ તમારા રક્ષણ માટે અમારી ‘અમર રાખડી’ તમારા હાથમાં બાંધજો.સામેના જૂથને પરાસ્ત કરશે.”એવી સ્કૂલની નાનકડી નિર્દોષ બહેનોનો સૈનિક ભાઈ માટે અમારો ભાવનાત્મક સ્નેહ‌ છે.
ભરૂચ    – વીરેન્દ્રસિંહ અટોદરિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top