National

‘એક દેશ એક ચૂંટણી’, મામલે મોદી સરકારે પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી

નવી દિલ્હી(New Delhi) : કેન્દ્રની મોદી સરકારે (ModiGovernment) પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની (ExPresident Ramnath Kovind) અધ્યક્ષતામાં ‘એક દેશ, એક ચૂંટણી’ (OneNationOneElection) પર એક સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યો કોણ હશે તે અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર (Parliament Special Session) બોલાવ્યાના એક દિવસ બાદ આ પગલું ઉઠાવ્યું છે, જેનો એજન્ડા ગુપ્ત રાખવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) લોકસભા (Loksabha) અને રાજ્યની વિધાનસભાની (State Assembly) ચૂંટણીઓ એક સાથે યોજવાની જોરદાર હિમાયત કરી રહ્યા છે. ત્યારે આજે રામનાથ કોવિંદને જવાબદારી સોંપવાનો સરકારે જાહેર કરેલો નિર્ણય આ મામલે સરકારની ગંભીરતા દર્શાવે છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ત્યાર બાદ આવતા વર્ષે મે-જૂનમાં લોકસભાની ચૂંટણી યોજાશે. વન નેશન, વન ઈલેક્શન કમિટી વિશે પ્રતિક્રિયા આપતા શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અનિલ દેસાઈએ કહ્યું, ‘મને મીડિયા દ્વારા માહિતી મળી રહી છે. આવી વાતો ફેલાવવી યોગ્ય નથી. 5 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, સરકારે જોવું જોઈએ કે દેશની જનતા શું ઈચ્છે છે, તેમના વોટને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.

તમને જણાવી દઈએ કે સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી લોકસભા અને રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે જેમાં 5 બેઠકો યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને મહિલા આરક્ષણ બિલ પણ લાવી શકે છે.

વન નેશન-વન ઇલેક્શનના ફાયદા શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે એક દેશ, એક ચૂંટણીની હિમાયત કરી છે. આ બિલના સમર્થનમાં સૌથી મોટી દલીલ એ છે કે તેનાથી ચૂંટણીમાં ખર્ચવામાં આવતા કરોડો રૂપિયાની બચત થઈ શકે છે.

પૈસાનો બગાડ અટકાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રસંગોએ વન નેશન-વન ઈલેક્શનની હિમાયત કરી છે. વન નેશન વન ઈલેક્શન બિલ લાગુ થવાથી દેશમાં દર વર્ષે યોજાતી ચૂંટણી પર ખર્ચવામાં આવતા જંગી નાણાંની બચત થશે એવી દલીલ મોદી સરકાર કરી રહી છે. તમને જણાવી દઈએ કે 1951-1952ની લોકસભા ચૂંટણીમાં 11 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં 60 હજાર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું છે કે આનાથી દેશના સંસાધનોની બચત થશે અને વિકાસની ગતિ ધીમી નહીં પડે.

વારંવાર ચૂંટણી કરાવવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો
એક દેશ, એક ચૂંટણીને સમર્થન આપવા પાછળ એક દલીલ એ છે કે ભારત જેવા વિશાળ દેશમાં દર વર્ષે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીઓનું આયોજન કરવામાં સમગ્ર રાજ્યની મશીનરી અને સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ વિધેયકના અમલ સાથે ચૂંટણીની વારંવારની તૈયારીઓમાંથી મુક્તિ મળી જશે. આખા દેશમાં ચૂંટણી માટે એક જ મતદાર યાદી હશે, જેના કારણે સરકારના વિકાસ કાર્યોમાં કોઈ અડચણ નહીં આવે.

વિકાસ કાર્યોની ગતિ અટકશે નહીં
એક દેશ, એક ચૂંટણીને ટેકો આપનારાઓનું કહેવું છે કે દેશમાં વારંવાર ચૂંટણી થવાના કારણે આદર્શ આચારસંહિતા લાગુ કરવી પડે છે. જેના કારણે સરકાર સમયસર કોઈ નીતિ વિષયક નિર્ણય લઈ શકતી નથી અથવા તો વિવિધ યોજનાઓ લાગુ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આનાથી વિકાસના કામો પર ચોક્કસ અસર થાય છે.

કાળા નાણા પર અંકુશ આવશે
એક દેશ, એક ચૂંટણીની તરફેણમાં એક દલીલ એ છે કે તે કાળા નાણાં અને ભ્રષ્ટાચારને કાબૂમાં રાખવામાં મદદ કરશે. વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો પર ચૂંટણી દરમિયાન કાળા નાણાંનો ઉપયોગ કરવાનો આરોપ છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બિલના અમલીકરણથી આ સમસ્યામાંથી ઘણી હદ સુધી છુટકારો મળી જશે.

એક દેશ, એક ચૂંટણીથી શું નુકસાન થઈ શકે?
કેન્દ્ર સરકાર ભલે એક દેશ, એક ચૂંટણીના પક્ષમાં હોય, પરંતુ તેની સામે પણ અનેક જોરદાર દલીલો કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ બિલ લાગુ થશે તો કેન્દ્રમાં બેઠેલી પાર્ટીને તેનો એકતરફી ફાયદો મળી શકે છે. જો દેશમાં સત્તા પર કોઈપણ પક્ષનું સકારાત્મક વાતાવરણ હોય તો સમગ્ર દેશમાં માત્ર એક જ પક્ષનું શાસન આવી શકે છે, જે ખતરનાક હશે.

તેના વિરુદ્ધમાં એક દલીલ એવી પણ આપવામાં આવી રહી છે કે આ બિલના લીધે રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો વચ્ચેના મતભેદો વધી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક દેશ-એક ચૂંટણીથી રાષ્ટ્રીય પક્ષોને મોટો ફાયદો થઈ શકે છે જ્યારે નાના પક્ષોને નુકસાન થવાની સંભાવના છે.

તે ઉપરંત જો વન નેશન વન ઈલેક્શન બિલ હેઠળ સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે તો ચૂંટણીના પરિણામોમાં વિલંબ થવાની સંભાવના છે. ચૂંટણીના પરિણામોમાં વિલંબ ચોક્કસપણે દેશમાં રાજકીય અસ્થિરતા વધારશે, જેના કારણે સામાન્ય લોકોને પણ હાલાકી ભોગવવી પડશે.

Most Popular

To Top