Top News

More Posts

   The Latest

Most Popular

કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં દિલીપકુમારે કવિતા લખીને સૌને ઘરમાં રહેવાની સલાહ આપી છે. અનેક સેલિબ્રિટીઝ પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી લોકોને ઘરમાં રહેવા કહે છે. ટ્વિટર પર કવિતા લખતાં દિલીપકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારે હું સૌને ઘરમાં સલામત રહેવાની વિનંતી કરું છું. દવા ભી, દુઆ ભી. ઔરોં સે ફાંસલા ભી, ગરીબ કી ખિદમત, કમઝોર કી સેવા ભી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જમાનાના સુપરસ્ટાર દિલીપકુમાર લાંબા સમયથી બિમાર રહે છે અને તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે તેમ થતાં તેઓ સોશિયલ મીડિયા પર એકટિવ રહે છે.

To Top