Top News

વિશ્વમાં કોરોનાના કારણે 53000ના મોત

કોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.દરમિયાન ગઇકાલે એક જ દિવસમાં ૧૪૯નાં મોત એ કોરોનાવાયરસથી થતાં રોગથી જર્મનીમાં એક દિવસનો સૌથી મોટો મૃત્યુઆંક છે અને સતત બીજા દિવસે તેનો સૌથી મોટો મૃત્યુઆંક નોંધાયો છે. આ નવા મૃત્યુઆંકની સાથે જર્મનીમાં કુલ મૃત્યુઆંક એક જ દિવસમાં પ૩૮ પરથી ઉછળીને ૭૩૨ પર પહોંચી ગયો છે. આનો અર્થ એ કે એક જ દિવસના સમયગાળામાં જર્મનીમાં મૃત્યુદર ૦.૯ ટકા પરથી વધીને ૧ ટકા થઇ ગયો છે. અને આ દેશમાં ચેપના નવા કેસો પ૪૫૩ થયા છે. નવા મૃત્યુઓની જાહેરાત રોબર્ટ કોચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા કરવામાં આવી છે અને મૃતયુઆંકમાં ૨૫ કરતા વધુનો વધારો થયો છે.કોવિડ-૧૯થી જર્મનીમાં મૃત્યુદર પ્રથમ વખત ૧ ટકા કરતા ઉપર ગયો છે, જો કે આમ છતાં તે તેના મોટાભાગના યુરોપિયન પાડોશીઓથી નીચો છે. જો કે એક સપ્તાહ પહેલા જર્મનીમાં આ વાયરસજન્ય રોગથી મૃત્યુદર ૦.૪ ટકા જ હતો. કોરોનાવાયરસ સાર્સ કોવ-ટુના ચેપના નવા ૫૪૫૩ કેસો નોંધાયા છે અને આ સાથે ત્યાં આ વાયરસના ચેપના કુલ કેસો વધીને ૬૭૩૬૬ થયા છે. આ આંકડાઓ એવા હેવાલો વચ્ચે આવ્યા છે કે જર્મન સરકાર સોશ્યલ ડિસ્ટન્સીંગના પગલાઓ ઇસ્ટર પછી પણ લંબાવવા માગે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જર્મનીમાં ચેપના અને મૃત્યુના કેસો ઇટાલી અને સ્પેન કરતા ઘણા ઓછા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top