Business

માત્ર બ્લુ ટિક જ નહીં પરંતુ હવે તમામ ટ્વિટર યુઝર્સે ચૂકવવો પડશે ચાર્જ!

નવી દિલ્હી: ટ્વિટરને (Twitter) લઈને ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એવા સમાચાર હતા કે બ્લુ ટિક (Blue tick) યુઝરને (User) ટ્વિટર પર ચાર્જ (Charge) ચૂકવવો પડશે. હવે વધુ એક નવા સમાચાર આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ યુઝર્સને ટ્વિટર એક્સેસ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. એલોન મસ્કે (Elon musk) તાજેતરના સમયમાં ઘણા નિર્ણયો લીધા છે. પરંતુ, જો બધા યુઝર્સ માટે ચાર્જની જાહેરાત કરવામાં આવે છે, તો તેનાથી ઘણું બદલાઈ જશે.

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, મસ્ક મોટાભાગના યુઝર્સે પાસેથી સબ્સ્ક્રિપ્શન ફી વસૂલવાનું આયોજન કરી રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના અથવા તમામ યુઝર્સને ટ્વિટરનો ઉપયોગ કરવા માટે પૈસા ચૂકવવા પડી શકે છે. જ્યારે ટ્વિટર બ્લુ માટે યુઝર્સને અલગ સબસ્ક્રિપ્શન ફી ચૂકવવી પડશે. ટ્વિટર બ્લુ સાથે, વપરાશકર્તાઓને બ્લુ ટિક અને અન્ય વધારાના ફીચર્સ આપવામાં આવશે.

યુઝર્સે થોડા સમય પછી ટ્વિટર દ્વારા લાગુ કરાતા પ્લાન જ લેવા પડશે
કંપનીના કર્મચારીઓ સાથે તાજેતરમાં યોજાયેલી મીટીંગમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે યુઝર્સ એક મહિનામાં મર્યાદિત સમય માટે જ ટ્વિટરનો ઉપયોગ કરી શકશે. મર્યાદિત સમય સમાપ્ત થયા પછી, યુઝર્સે કંપનીનો પ્લાન લેવો પડશે.

આ પ્લાન લીધા પછી જ યુઝર્સ ટ્વિટરનો ઉપયોગ કરી શકશે. આ યોજના ક્યારે અમલમાં આવશે તે અત્યારે સ્પષ્ટ નથી. મસ્કે આ અંગે જાહેરમાં કશું કહ્યું નથી. હાલમાં, ટ્વિટરના એન્જિનિયર્સ બ્લુ સબસ્ક્રિપ્શન પર કામ કરી રહ્યા છે. જો કે ટ્વિટર હાલમાં જ તેના તમામ યુઝર્સે પાસેથી પૈસા લેવાનું વિચારી રહ્યું છે, તો તે અત્યારે નહીં થાય. તમને જણાવી દઈએ કે મસ્કે હાલમાં જ ઘણા દેશોમાં ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન બહાર પાડ્યું છે. જો કે, તે હજી સુધી તમામ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવ્યું નથી. પરંતુ, મસ્કએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે એક મહિના કરતાં ઓછા સમયમાં તમામ વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવશે.

ફ્રાન્સના મંત્રીએ પૈસા આપવાની ના પાડી
ફ્રાન્સના મંત્રી અને પ્રવક્તા ઓલિવિયર વેરાને વેરિફિકેશન ફી ચૂકવવાની ના પાડી દીધી છે. એક અહેવાલ મુજબ, ઓલિવિયર વેરાને કહ્યું છે કે તે બ્લુ ટિક માટે ટ્વિટરની માસિક ફી ચૂકવશે નહીં. ઓલિવિયર વેરાનના જણાવ્યા અનુસાર, જો ટ્વિટર બ્લુ ટિક માટે આવી કોઈ ફી વસૂલવા માંગે છે, તો તે તેમના એકાઉન્ટની ચકાસણી કરાવી શકે છે. તેમણે કહ્યું કે હજી મારા માટે આ કહેવું મુશ્કેલ છે કે એલોન મસ્કે ટ્વિટર ખરીદીયા બાદ હું ટ્વિટરનો ઉપયોગ કરીશ કે નહીં.

Most Popular

To Top