Sports

ગુજરાતમાં આયોજિત થનારા 36માં નેશનલ ગેમ્સમાં મલખંભની રમતને પણ સ્થાન

વડોદરા: (Vadodra) પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ (National Games)નું ગુજરાતમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. 36માં રમતોત્સવમાં 36 રાજ્યો અને સંઘપ્રદેશોના ખેલાડીઓ ભાગ લેશે જે ગુજરાતમાં રમાશે. આ રમતોત્સવમાં 36 રમતો રમાડવામાં આવશે. આ રમતોત્સવની ખાસ વાત એ છે કે આ વખતે વડોદરાના (Vadodara)ના ખેલાડીઓ વિશેષ પારંપરિક રમત લઈ મેદાનમાં ઉતરશે. ગુજરાતના વડોદરામાં 12 ખેલાડીઓ મલખંભમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. વડોદરાની આ ટીમમાં 6 છોકરીઓ અને 6 છોકરાઓ મલખંભમાં ભાગ લેશે. મલખંભની રમત રાષ્ટ્રીય રમતોત્સવમાં શામેલ થવાને કારણે ખેલાડીઓ (Players) ઉત્સાહમાં છે.

  • ગુજરાતના વડોદરામાં 12 ખેલાડીઓ મલખંભમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
  • મલખંભની રમત રાષ્ટ્રીય રમતોત્સવમાં શામેલ થવાને કારણે ખેલાડીઓ ઉત્સાહમાં છે
  • પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે
  • ગુજરાત રાજ્ય મલખંભ મંડળના સચિવ રાહુલ ચોક્સીએ જણાવ્યુ કે જીમ્નાસ્ટીક અને યોગવિદ્યાના સમન્વય જેવી આ રમત હજી વડોદરામાં જીવંત છે

મલખંભની રમત રાષ્ટ્રીય રમતોત્સવમાં શામેલ થવાને કારણે ખેલાડીઓ પણ ઉત્સાહમાં છે. મલખંભ મંડળના સચિવ રાહુલ ચોક્સીની મલખંભ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ રમતની સ્પર્ધા માટે ટેકનિકલ ડાયરેક્ટર તરીકે પસંદગી કરી છે. મલખંભને  રાષ્ટ્રીય ઓળખ આપવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાતના ખેલમંત્રી હર્ષ સંઘવીએ પણ શુભેચ્છા પાઠવી હતી. પસંદ થયેલી છોકરીઓની ટીમમાં હેની શાહ, એકતા મિસ્ત્રી,નૂપુર બારોટ, ખુશી પટેલ, દિયા જોશી અને નેત્રા બારોટનો સમાવેશ થાય છે. જ્યારે છોકરાઓની ટીમમાં પાર્શ્વ રાણા, મીનળ વાઘ, શૌર્યજીત ખૈરે, હિરેન કુલકર્ણી, અથર્વ જોગલેકર અને રૂદ્ર રાજપૂતનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ જણાવ્યું કે મલખંભની રમત વડોદરાના વ્યાયામ વારસાનો અમૂલ્ય હિસ્સો છે. આનંદની વાત એ છે કે આ વર્ષે પહેલીવાર ગુજરાતમાં રમાનાર રાષ્ટ્રીય રમતોત્સવમાં મલખંભનો સમાવેશ કરાયો છે.

ગુજરાત રાજ્ય મલખંભ મંડળના સચિવ રાહુલ ચોક્સીએ જણાવ્યુ છે કે જીમ્નાસ્ટીક અને યોગવિદ્યાના સમન્વય જેવી આ રમત હજી વડોદરામાં જીવંત છે. રાષ્ટ્રીય રમતો માટે મલખંભના ખેલાડીઓની પસંદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક દિવસની ટીમ પસંદગીની પ્રક્રિયામાં વડોદરા અને દાહોદની વ્યાયામ સંસ્થાઓના ૫૦ મલખંભ નિપુણ ખેલાડીઓએ ભાગ લીધો જેમાંથી વડોદરાની ટીમ પસંદ કરવામાં આવી છે. જેથી હવે મલખંભની આ સ્વદેશી રમતને આંતર રાષ્ટ્રીય રમતોત્સવમાં સ્થાન મળ્યુ છે.

Most Popular

To Top