Entertainment

ખિચડી-2: ફરી આવી રહ્યું છે પારેખ પરિવાર, ધમાકેદાર કોમેડીનો ટીઝર રીલિઝ

મુંબઇ: ખિચડી: ધ મૂવીની (Khichdi: the movie) લાજવાબ સફળતા બાદ હવે આખરે ખિચડી-2નું (Khichdi 2) ટીઝર (Teaser) રીલિઝ થયું છે. 2012માં આવેલી બ્લોકબસ્ટર કોમેડી-ડ્રામા (Comedy-Drama) ખિચડી: દ મૂવી તેમના ધમાકેદાર કોમિક પંચ અને રમુજી મૂર્ખ હરકતોથી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા પછી, પારેખ પરિવાર તમને મૂર્ખ બનાવવા માટે પાછો આવ્યો છે. આ ફિલ્મની સિક્વલ હવે એક નવા મિશન સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફરવાની છે. ફિલ્મનું નામ ‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’ હશે, આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની જાહેરાતની સાથે જ સમગ્ર કાસ્ટનો પણ દર્શકોને પરિચય કરાવવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ છે કે એ જ હંસા, પ્રફુલ્લ, બાબુજી, જયશ્રી પારેખ અને હિમાંશુ મોટા પડદા પર રમૂજી હ્યુમર અને મેડલી કેમેસ્ટ્રી સાથે એકસાથે જોવા મળવાના છે.

લેખક અને દિગ્દર્શક આતિશ કાપડિયાની સિટકોમ ‘ખિચડી’ સપ્ટેમ્બર 2002માં ટીવી પર પહેલીવાર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ સિટકોમ તેની રમૂજી શૈલી અને મજબૂત કાસ્ટને કારણે ટૂંક સમયમાં જ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. શુક્રવારે ‘ખિચડી 2: મિશન પંથુકિસ્તાન’ ના નિર્માતાઓ ટીઝર વિડિઓ સાથે સિક્વલની ઇન્સ્ટાગ્રાામ પર સત્તાવાર જાહેરાત કરી છે.

‘ખિચડી’ના લાખો ચાહકો આ વીડિયોને દિવાળી બોનસ તરીકે માની રહ્યા છે. આગામી સિક્વલની જાહેરાત કરતાં નિર્માતાએ લખ્યું કે આ દિવાળી, સિનેમા હોલમાં હાસ્ય કા ધમાકા થશે. ટીઝર વિડિયોમાં ‘ખિચડી’ની આખી કાસ્ટ તેમના આનંદી મૂડમાં જોવા મળે છે જેમાં હંસા તરીકે સુપ્રિયા પાઠક, બાબુજી તરીકે અનંગ દેસાઈ, પ્રફુલ્લ તરીકે રાજીવ મહેતા, જયશ્રી તરીકે વંદના પાઠક વગેરેનો સમાવેશ થાય છે. તેમજ બોલિવૂડ ડિરેક્ટર અને કોરિયોગ્રાફર, ફરાહ ખાનની ઝલક પણ ટીઝરમાં જોવા મળી છે.

આ સાથે નિર્માતાઓએ એક નિવેદન બહાર પાડ્યું કે, “જેમ જેમ પ્રકાશનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ, ભારતીય સિનેપ્રેમીઓ માટે સૌથી વધુ રાહ જોવાતી સિક્વલ, ‘ખિચડી 2 – મિશન પંથુકિસ્તાન’ આ દિવાળીમાં મોટા પડદાને પ્રકાશિત કરવા માટે તૈયાર છે. ભારતના 2 દાયકાથી વધુના મનોરંજનના વારસાને ચાલુ રાખતા, પ્રતિષ્ઠિત પારેખ પરિવાર આ બેવડા હાસ્ય અને ક્રેઝીનેસ સાથે તમને હસાવા માટે આવી રહ્યું છે. ‘ખિચડી’ એવી પહેલી ભારતીય સિટકોમ છે જે ટીવી પર ખૂબ જ લોકપ્રિય થયા પછી ફિલ્મના રૂપમાં બહાર આવી છે. હવે તેની સિક્વલ પણ બનવા જઈ રહી છે. સુપ્રિયા પાઠક કપૂર, રાજીવ મહેતા, અનંગ દેસાઈ, વંદના પાઠક, કીર્તિ કુલ્હારી અને અભિનેતા-નિર્માતા જમનાદાસ મજેઠિયા (JD) પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Most Popular

To Top