Charchapatra

ગુજરાતમાં મરીન વિકાસની યોજનાઓ

ગુજરાત રાજ્યમાં 16000 કિ.મી. લાંબો સમુદ્ર કિનારો અને 144થી વધુ બેટો વિકાસથી અછૂતા છે. બેટોમં પિરોટન આઇલેન્ડ, શિયાળ બેટ, દ્વારકા બેટ છે. તેને સક્રિય બનાવીયે તો ટૂરીઝમનો વિકાસ, યુવાનોને રોજગારીની ઉજ્જવળ તકો મળે. આ માટે રાજ્યએ આઇલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. આનો હેતુ રાષ્ટ્રીય જાળવણી સાથે સામાજીક વિકાસ, આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. આ માટે ફાળવેલ રૂા.2895 કરોડ ખર્ચવાનો માસ્ટર પ્લાન બનાવવાની પ્રક્રિય ચાલુ થઇ ગઇ છે. વોટર એકટીવિટીઝ, ટૂરિઝમ ઇન્ફ્રાસ્ટકચર પ્રોજેકટો માટે રૂા. 3595 કરોડના કાર્યો વિકાસ એજન્સીઓ માટે ફાળવેલ છે. એટલું જ નહીં પણ દ્વારકા આઇટીઆઇ કોર્સિઝમાં બોટ ઓપરેટર, લાઇફ ગાર્ડ, પેરાસેલિંગ ગાઇડ અભ્યાસક્રમો દ્વારા રોજગારીની તકો ઉભી થશે. સાથે સાથે વોટર સ્પોર્ટસ માટે ગોવાથી ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ સાથે ટાઇઅપ થશે. તેમજ મરીન કેપ્ચર, ફિશર મેન કમ પ્રાયમરી પ્રોસેસર, ફિશીંગ એન્ડ સી-ફૂડ જેવા અભ્યાસક્રમો દાખલ કરવામાં આવશે.
અમદાવાદ          – અરૂણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top