Gujarat

દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી, આ વિસ્તારનું AQI પહોંચ્યું 160ને પાર

અમદાવાદ: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) હવા (Air) દિવસેને દિવસે ઝેરી બની રહી છે. દિવાળી બાદ દિલ્હીની હવા ખૂબ જ પ્રદૂષિત (Pollution) બની છે. દિલ્હી સરકારે દિવાળીમાં ફટાકાડ ન ફોડવા તેમજ પ્રદૂષણ વધુ ન થાય તે માટે કેટલાક નિયમો બનાવ્યા હતા. છતાં પણ દિલ્હી સહિત દેશમાં દિવાળીની ઉજવણી ધામધૂમથી કરાતા દિલ્હીની હવામાં પ્રદૂષણનું સ્તર ઊંચું જોવા મળ્યું હતું. દિલ્હી બાદ હવે અમદાવાદની (Ahmadabad) હવા પણ પ્રદૂષિત બની છે. અમદાવાદના કેટલાક વિસ્તારમાં AQI 160ને પાર પહોંચી જતા સરકારની ચિંતામાં વધારો થયો છે.

  • દિલ્હીની જેમ અમદાવાદની હવા પણ બની પ્રદૂષિત
  • અમદાવાદનો ઓવરઓલ AQI 160 નોંધાયો
  • બોપલ અને પીરાણા વિસ્તારની હવા સૌથી વધુ પ્રદૂષિત

દિલ્હી બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં AQI 160ને પાર પહોંચતા ચિંતાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરનો AQI ઓવરઓલ 162 નોંધાયો છે. દિલ્હીની જેમ હવે અમદાવાદની હવામાં પ્રદૂષણ ફેલાયું છે. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરનો સોથી વધુ પ્રદૂષિત વિસ્તાર તરીકે બોપાલનું નામ આવે છે. બોપલમાં છેલ્લા 15 દિવસ પહેલા AQI 300ને પાર નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક વિસ્તારના કારણે હવાની ગુણવત્તા પર અસર પડે છે. દિલ્હીની જેમ અમદાવાદ પણ ઔદ્યોગિક ક્ષેત્રે આગળ રહેતા અમદાવાદના કેટલાક વિસ્તારનો AQI 200-300ને પાર પહોંચી જાય છે. તમને જણાવી દઈએ કે પીરાણા અને આસપાસના વિસ્તારમાં AQI 260 નોંધાયો હતો. તેથી કહી શકાય કે દિલ્હી બાદ અમદાવાદની હવા પણ ધીમે ધીમે પ્રદૂષિત થઈ રહી થે. હવે એવા દિવસ દૂર નથી જ્યારે અમદાવાદીઓને સવારે શુદ્ધ અને ચોખ્ખી હવા મળશે.

અમદાવાદના પીરાણા અને બોપલમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ અત્યંત ખરાબ શ્રેણીમાં નોંધાયો છે. બોપલ અને તેની આસપાસના વિસ્તારની હવા દિવસેને દિવસે ચિંતાજનક બની રહી છે. સતત બીજા દિવસે પણ બોપસનો AQI 307 નોંધાયો છે જ્યારે પીરાણા અને તેની આસપાસના વિસ્તારમાં AQI 260 જેટલો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે એર ક્વોલિટિ ઈન્ડકેક્સ હવામાં રહેલા જુદા જુદા પ્રદૂષણનું સ્તર નક્કી કરે છે. જેમાં 200થી 300 વચ્ચેનો AQI ખરાબ ગણાય છે. 300થી 400 વચ્ચેનો AQI અત્યંત ખરાબ ગણાય છે.

Most Popular

To Top