Vadodara

ગેડાં સર્કલથી મનીષા ચોકડી બ્રિજ ડિસેમ્બર અંત સુધીમા ખુલ્લો મુકાશે?

વડોદરા: વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડીને જોડતા ઓવર બ્રિજનું કામ છેલ્લા 6 વર્ષથી ચાલી રહ્યું છે. 230 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજનું કામ વર્ષ 2020માં પૂરું કરવાનું હતું. પરંતુ કોરોના કાળ અને નાણાંના અભાવે આ કામ બે વર્ષથી બંઘ રહ્યાં બાદ આખરે રાજ્ય સરકારે પ્રથમ 76 કરોડ અને પછી 44 કરોડ આપ્યા બાદ 100 કરોડની ફાળવણી કરાતા, આ ઓવર બ્રિજનું કામ ગોકળ ગતિએ વર્ષ 2022 ના અંતમા પૂરું થશે. ઓવર બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થતા આજે સેવાસદનના કમિશનર, બ્રિજના પ્રોજેક્ટના કાર્યપાલક ઈજનેર તેમજ ડેપ્યુટી કમિશનર સાથે બ્રિજનું નિરીક્ષણ કરી બાકીની કામગીરી અને ફિનિશિંગનું કામ જલ્દી પૂરું કરવાની સૂચના આપી હતી. આમ હવે વડોદરાની જનતાને 3.5 કિલોમીટર લાંબો બ્રિજ મળતા ટ્રાફિકની સમસ્યા તેમજ સમયનો ઓછો બગાડ થશે. વડોદરા વાસીઓને સરકાર અને વડોદરા મહાનગર પાલિકા 2022 ના વર્ષની અંતિમ ભેટ વડોદરાની જનતાને આપશે.

Most Popular

To Top