Charchapatra

વિદેશોમાં મોદીના નામના ડંકા બજે છે એ વાત ખોટી છે

મોદીજી કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ ભાજપના પ્રચાર સેલ દ્વારા વિદેશોમાં મોદીના ડંકા વાગતા હોવાનો પ્રચાર ઢોલ વગાડી વગાડીને કરાયો છે. દરેક દેશમાં મોદીનું સ્વાગત પણ કરાઇ રહ્યું છે. આ જૂઠા પ્રચારનું સત્ય જાણવું જરૂરી છે. યુક્રેન યુધ્ધ વખતે એવી વાત ચગાવાઇ હતી કે સાહેબ માત્ર એક ફોનથી યુધ્ધ રોકી શકે છે. હાલ બ્રિટનમાં ભારતીય મૂળના ઋષિ સુનક પ્રધાનમંત્રી હોવા છતાં ભારત સરકારની ઐસી તૈસી કરીને બ્રિટનમાં આવેલા સનાતન ધર્મના 50થી વધુ મંદિરો બંધ કરાવી દેવાયાં છે અને તમામ મંદિરોના પુજારીઓના વિઝા લંબાવવાની ના પાડી ભારત ભેગા કરી દેવાયા છે.

એ જ રીતે મોદીજની વાહવાહીની વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ભારતનાં 6 રાજયોના સ્ટુડંટો માટે ત્યાંની યુનિવર્સિટીઓમાં પ્રવેશબંધી ફરમાવી વિઝા આપવાનું બંધ કર્યું છે, જેમાં મોદીનું ગૃહ રાજય ગુજરાત પણ સામેલ છે. જયારે અમેરિકાએ કેનેડિયન નાગરિકની હત્યામાં ભારતીય જાસૂસી તંત્રનો હાથ હોવાનું જણાવીને પ્રેસિડેન્ટ જો બાઇડને ભારત માટે અત્યંત જરૂરી એવો 32 એરેક પ્રિડેટર ડ્રેનનો સોદો સ્થગિત કરાવી દીધો છે તો વળી ટચુકડા માલદીવે તો પોતાને ત્યાં ઊભો કરેલ ભારતીય નેવલ બેઝ તુરંત હટાવી લેવા ભારત સરકારને સૂચના આપી દીધી છે. હવે તમે કહો આમાં મોદીના વિદેશ પરના વર્ચસ્વની વાત છે ખરી?
સુરત     – જિતેન્દ્ર પાનવાલા           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મલાઇખાવ વચેટિયાઓને નાબૂદ કરો
વર્ષોથી જોતાં આવીએ છીએ કે વચેટિયાઓના ભોગે ખેડૂતો નાદારી અનુભવે છે કે છેવટે શાહુકારોના ઋણના ભાર તળે આત્મહત્યા કરે છે. ફકત ખેતપેદાશ નહીં, પણ દરેક ચીજવસ્તુના વેપાર ક્ષેત્રે વગર મહેનતની મલાઇ ઝાપટી જનાર સમાજ અને સરકારના અમાનવીય ગુનેગાર છે. ઘરનાં છોકરાં, ઘંટી ચાટે અને ઉપાધ્યાયને (દલાલોને) આટો. સંરક્ષણ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ ક્ષેત્ર હોય, આ નાસુર સામાન્ય પ્રજાને ઉધઈની જેમ ખાઈ જાય છે.
અડાજણ – અનિલ શાહ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top