આઈપીએલ હરાજી: શ્રેયસ, ચહલ, વૉર્નર સૌથી મોંઘા ખેલાડી સાબિત થશે

ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર અને સ્પીનર યુજવેન્દ્ર ચહલ સાથે જ ઓસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નર આવતા મહિને થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ મેગા હરાજીમાં સૌથી વધુ પૈસા લેનાર ખેલાડી બને તેવી અપેક્ષા છે. જ્યારે 1200થી વધુ ખેલાડીઓએ લીલામી માટે નામ નોંધાવ્યું છે. શ્રેયસ અને ચહલ ઉપરાંત જે ખેલાડીઓ માટે 10 ટીમો બોલીનું યુદ્ધ કરશે તેમાં વરિષ્ઠ ઓપનર શિખર ધવન, બેટ્સમેન ઈશાન કિશન, પેસ યુગલ શાર્દુલ ઠાકુર અને દીપક ચહર, ગઈ ટુર્નામેન્ટના સૌથી વધુ વિકેટ લેનાર હર્ષલ પટેલ અને અવેશ ખાન, સ્પીનર રાહુલ ચહર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુન્દર સામેલ છે. આ ભારતીય ખેલાડીઓ રૂ. 7થી 15 કરોડની વચ્ચે વેચાશે એવી અપેક્ષા છે.

વિદેશી ખેલાડીઓમાં વૉર્નર, દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડા, ઈંગ્લેન્ડનો માર્ક વુડ, ઓસ્ટ્રેલિયાનો મિશેલ માર્શ, ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ અને પેટ ક્યુમિન્સ મોટી ફીસ મેળવી શકે છે. પીઢ ફેફ ડુ પ્લેસિસ અને ડાયને બ્રાવો પોતાની ફ્રેન્ચાઈજી ચેન્નઈ સુપર કીંગ્સમાં જ જળવાઈ રહે તેવી શક્યતા છે. બે દિવસની મેગા હરાજી બેંગ્લુરૂમાં 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે. તમામ 10 ટીમોને ખેલાડીઓની પ્રારંભિક યાદી મોકલવામાં આવશે જેને ફ્રેન્ચાઈજી જેમાં રસ ધરાવતા હોય તે ખેલાડીઓના નામની સાથે પરત મોકલશે. ત્યારબાદ તે યાદી હરાજી માટે ઉપયોગ કરાશે.
આ ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઈજીસે જાળવી રાખ્યા
વર્તમાન 8 આઈપીએલ ફ્રેન્ચાઈજીસે કુલ 27 ખેલાડીઓ જાળવી રાખ્યા છે જેમાં ચેન્નઈ સુપર કીંગ્સે એમ એસ ધોની, મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા રોહીત શર્મા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા વિરાટ કોહલી સામેલ છે. બીજા મોટા ખેલાડીઓ જેમને તેમની ટીમે જાળવી રાખ્યા છે તેમાં જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જડેજા, કેન વિલિયમ્સન, જોસ બટલર અને ગ્લેન મેક્સવેલ સામેલ છે.
અમદાવાદ અને લખનઉએ 6 ખેલાડીઓ પસંદ કર્યા
આઈપીએલની બે નવી ટીમો અમદાવાદ અને લખનઉએ ક્રમશ: હાર્દીક પંડયા અને કે એલ રાહુલને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યા છે આ બેની સાથે તેમણે કુલ 6 ખેલાડીઓને પોત પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

Most Popular

To Top