ઑસ્ટ્રેલિયન ઓપન: મેડવેદેવ સતત ચોથી વાર ચોથા રાઉન્ડમાં

દુનિયાના બીજા નંબરના ખેલાડી રશિયાના ડેનિયલ મેડવેદેવે આજે સીધા સેટમાં બૉટિક વેન ડે ઝાંડશુલ્પને હરાવીને સતત ચોથી વાર ઑસ્ટ્રેલિયન ઓપનમાં ચોથા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. રોમાનિયાનાં સિમોના હાલેપ, અમેરિકાના ડેનિયલ કૉલિન્સ અને ફ્રાન્સના અલિઝા કૉર્નેટે પણ ત્રીજા દોરમાં જીત મેળવી હતી.
ભારતના રોહન બોપન્ના અને ક્રોએશિયાની એની જોડીદાર દરિજા જુરાક શ્રાઇબર કઝાકિસ્તાનના એન્ડ્રી ગોલૂબેવ અને યુક્રેનની લ્યૂડમિલા કિચેનોક સામે હારીને મિક્સ્ડ ડબલ્સના પહેલા દોરમાં આઉટ થયાં છે. એક કલાક ત્રણ મિનિટના આ મુકાબલામાં 6-1,4-6,9-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. મહિલા સિંગલ્સમાં બે વારની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સિમોનાસિમોના હાલેપ અને બીજી ક્રમાંકિત આર્યના સલાબેંકા આગળ વધવામાં સફળ રહ્યાં હતાં. હાલેપ સતત પાંચમા વર્ષે બીજા સપ્તાહમાં આગળ વધી છે. તેણે ડેંકા કોવિનિકને 6-2, 6-1થી હરાવી હતી.

Most Popular

To Top