યુ-19 વિશ્વ કપ: શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા

શ્રીલંકાએ એક નાટકીય મેચમાં વેસ્ટ ઈન્ડીઝ ઉપર 3 વિકેટથી વિજય મેળવી અંતિમ 8માં પોતાની જગ્યા બનાવી હતી જ્યારે દક્ષિણ આફ્રિકાએ પણ આઈસીસી અન્ડર-19 વિશ્વ કપના ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી હતી તેણે આયરલેન્ડને 153 રનથી હરાવ્યું હતું.
ડ્યુનીથ વેલ્લાલ્ગેએ 3 વિકેટ લીધી હતી જેની મદદથી શ્રીલંકાએ મેજબાન ટીમને 250 રન પર અટકાવી હતી ત્યારબાદ સદીશા રાજપક્ષ (76), અંજાલા બંદારા (40) અને રનુદા સોમારત્નએ (28 અણનમ) પોતાની ટીમને શુક્રવારે ગ્રુપ-ડીની મેચમાં 3 વિકેટથી વિજય અપાવી હતી.
વેસ્ટ ઈન્ડીઝ ઓપનર શકેરે પેર્રીસ અને મેથ્યુ નંદુએ સ્થિર શરૂઆત કરી હતી પણ 5 ઓવર બાદ ટ્રીવેન મેથ્યુએ નંદુને આઉટ કરી શ્રીલંકાને પ્રથમ સફળતા અપાવી હતી. પેર્રીસના આઉટ થયા બાદ ટેડ્ડી બિશપ અને કેવિન વિકહેમની જોડીએ ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી. જો કે નિયમિત અંતરે વિકેટ પડી રહી હતી ત્યારે 45મા ઓવરમાં ડ્યુનીથે 3 બોલમાં 2 વિકેટ ઝડપી વેસ્ટ ઈન્ડીઝને મોટો સ્કોર કરતા અટકાવી હતી.
દિવસની એક અન્ય મેચમાં વેન હીરડેને વિસ્ફોટક 93 બોલ પર 111 રન બનાવ્યા હતાં જ્યારે ‘બેબી એબી’ના નામે ઓળખાતા ડેવાલ્ડ બ્રેવીસે શાનદાર 96 રન ફટકાર્યા હતાં જેની મદદથી દક્ષિણ આફ્રિકાએ 315 રન બનાવ્યા હતાં, વરસાદના કારણે મેચ 47 ઓવરની કરવામાં આવી હતી.
ત્યારબાદ મેથ્યુ બોસ્ટ (3-26) અને લિયામ એલ્ડરે (3-20) વિશિષ્ટ બોલિંગ પ્રદર્શન કરી આયરલેન્ડને 158 રન પર ઓલઆઉટ કરી હતી.

Most Popular

To Top