પૂર્વ ફૂટબૉલર સુભાષ ભૌમિકનું નિધન

1970ના દાયકામાં ભારતના ફૂટબોલના દિગ્ગજ ખેલાડી રહેલા સુભાષ ભૌમિકનું આજે મળસ્કે 3:30 કલાકે અવસાન થયું હતું. તેઓ 72 વર્ષના હતા અને ડાયાબિટિઝ અને કિડનીની બીમારીથી પીડાતા હતા. લાંબા સમયથી એમની સારવાર ચાલતી હતી. ફૂટબૉલમાં તેઓ ફોરવર્ડ લાઇનના ખેલખેલાડી હતા અને મોહન બગાન, ઇસ્ટ બંઆળ અને ભારતની રાષ્ટ્રીય ટીમમાં ઘણી મેચ રમ્યા હતા. એમની સૌથી મોટી ઉપલબ્ધિ 1970ના એશિયન ગેમસમાં કાંસ્ય પદક જીતવાની હતી. સુભાષ સ્ટ્રાઇકર તરીકે એ વિજેતા ટીમમાં હતા.

1971માં સિંગાપુરમાં થયેલ પેસ્તા સુકાન કપમાં દક્ષિણ વિયેટનામની સાથે વિજેતા રહેલી ભારતીય ટીમમાં પણ હતા. તેમના નાને 1970ના મરડેકા કપમાં પણ કાંસ્ય પદક લખાયેલો છે. તેમણે ભારતની નેશનલ ટીમ તરફથી 24 આંતરરાષ્ટ્રીય મેચો રમીને 9 ગૉલ કાકર્યા હતા. તેઓ સફળ કૉચ પણ રહ્યા. લાંબા સમય સુધે અલગ અલગ ફૂટબૉલ ક્લબના કૉચ રહ્યા. તેઓ પત્ની, પુત્ર અને પુત્રીને મૂકી ગયા છે. 23 વર્ષ અગાઉ એમની બાયપાસ સર્જરી કરાઇ હતી.

Most Popular

To Top