Charchapatra

તમાશાને તેડું ન હોય

સમાજમાં આજે શિક્ષણનું સ્તર ઊંચું ગયું છે. ભણતરની સાથે ગણતર કેટલું થયું છે એનો તાગ કાઢવો પડે ત્યારે જ ખબર પડે કે શિક્ષણની સાથે પાયાનું શિક્ષણ કેટલાંયે મેળવીને જીવન સાર્થક કર્યું છે અને સુદૃઢ ભણતર દ્વારા એનું ઘડતર કરીને જિંદગી સુખદ રીતે જીવવાનું ભાથું મેળવ્યું છે. ઊંચી ડીગ્રીઓ મેળવી સર્ટિફિકેટો મેળવ્યાર્ં હશે એની સંખ્યા ગણવી આજના યંત્રયુગના ઝડપી જમાનામાં ખૂબ જ અટપટું છે,મુશ્કેલ છે, સંસ્કારથી વિભૂષિત કેટલીક વ્યકિતઓ સાહિત્યરસજ્ઞ છે, જેઓ શબ્દોની સાથે નાતો રાખી સાહિત્યનું સર્જન કરતા આવ્યા છે પરંતુ એમના જીવનની અસલિયત તપાસવામાં આવે તો ખબર પડશે કે મૌલિક સર્જન અંદરથી ઊગે તે કરવા કરતાં અન્ય સર્જકોના લેખોનાં અનુસંધાનોને અનુસરીને લખતાં હોય છે અને પોતાની સાથે જ મસમોટા સાહિત્યકાર કહેડાવતા હોય છે.

પોતપોતાની હેસિયત જ પ્રદર્શિત કરવામાં મઝા છે. બાકી તો અન્યમાં ગ્રંથોનું શરણ લઇને લખવું કેટલા અંશે વ્યાજબી છે? ધરમપુર દક્ષિણ ગુજરાતનો રજવાડી શહેર અને પ્રદેશ રહ્યો છે. રાજવી વખતે કેટલાયે સુંદર સાહિત્યસર્જન કરતા લેખકો થઇ ગયા, જેઓ પાયાના શબ્દોના સંગાથી અને લખવાવાળા હતા જે સાંપ્રત કાળમાં શોધવા મુશ્કેલ છે. સાહિત્યના પ્રચાર,પ્રસાર કરવા આ પત્રલેખકે પણ ગુજરાતના વાંચે ગુજરાતના સમયે ખૂબ મહેનત કરી હતી સરકારી તાલુકા પુસ્તકાલયના સહકારથી, પરંતુ એમ કહેવાય છે કે ખૂબ સારાં ફળ નહોતાં મળ્યાં. અનેક મંડળના વિવિધ ઉપક્રમે કાર્યક્રમો કર્યા. ધરમપુર તાલુકામાં એનો પ્રચાર-પ્રસાર ઊંડાણના જંગલ વિસ્તારની શાળાઓમાં જઇને કર્યો હતો.

સાહિત્ય નવસર્જન વર્તુળ, આરણ્યક ગોષ્ઠિ મંડળ અને અનેક નાનાં મોટાં માધ્યમો દ્વારા પણ પરંતુ એની ફળશ્રુતિ કેટલી તે તો અમો જ જાણીએ અને સમજીએ. આવા અનેક કહેવાય છે તેમ તમાશાઓ કર્યા. સાહિત્યનો પ્રચાર કર્યો. ચર્ચાપત્ર દ્વારા અને અન્ય રીતે પણ લખ્યું છે, પરંતુ અમોએ કેટલાક મિત્રો શબ્દોના રસજ્ઞ દ્વારા કરેલું વાવેતર અને સુફળનો પાક અન્ય સાહિત્યનો ‘સ’ નહિ જાણનારા લણી રહ્યા છે અને પોતાની જાતને મોટા સાહિત્યકાર કહેવડાવ્યા કરે છે જેનો જો કે આનંદ તો  છે જ પણ ખેદ પણ છે. તમાશાને તેડું ન હોય તેમ સાહિત્યના સાચા ઉપાસકને ખૂણેખાંચરેથી શોધવાનું કામ દુષ્કર તો છે જ પરંતુ ન મામા ને કહેણા મામાની જેમ લખતા રહે એવી શુભકામના.
ધરમપુર- રાયસીંગડી. વળવી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top