National

જમ્મુમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 5 જવાન શહીદ થયા

જમ્મુ કાશ્મીરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી આંતકવાદીઓની ચહલપચલ વધી ગઈ છે. ગયા અઠવાડિયે સ્કૂલ પર હૂમલો કર્યા બાદ આજે આંતકવાદીઓએ ફરી એક કાયરતાપૂર્ણ હરકત કરી છે. આજે આતંકવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ છે, જેમાં 5 જવાનોના શહીદ થવાના સમાચાર સામે આવ્યા છે. (Indian Army And Terrorist Encounter In Jammu, 5 Soldier Dead) હાલમાં આંતકવાદીઓને ભારતીય સૈનિકો મુંહતોડ જવાબ આપી રહ્યાં છે. કાશ્મીરના પહાડોમાં ગોળીબારીના અવાજ ગૂંજી રહ્યાં છે.

  • એજન્સીઓને મુગલ રોડની આસપાસ ચમરેર થઈને આંતકવાદીઓ ઘૂસ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ સુરક્ષાદળોએ અહીં ઓપરેશન કર્યું હતું.
  • એજન્સીઓને મુગલ રોડની આસપાસ ચમરેર થઈને આંતકવાદીઓ ઘૂસ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ સુરક્ષાદળોએ અહીં ઓપરેશન કર્યું હતું.

આતંકવાદીઓની ગતિવિધિ વધી હોવાના લીધે ભારતીય સૈન્ય દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન આજે સોમવારે એક વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. જમ્મુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સેનાના ચાર જવાન અને એક જેસીઓ શહીદ થયા છે. જાણવા મળ્યું છે કે અથડામણ દરમિયાન 5 જવાન ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા હતા જે બાદમાં શહીદ થયા છે.

મળતી માહિતી અનુસાર ચમરેરના જંગલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની જાણકારી મળી હતી. એજન્સીઓને મુગલ રોડની આસપાસ ચમરેર થઈને આંતકવાદીઓ ઘૂસ્યા હોવાના ઈનપુટ મળ્યા હતા. ત્યાર બાદ સુરક્ષાદળોએ અહીં ઓપરેશન કર્યું હતું. આજે સવારે જ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અહીં અથડામણ થઈ હતી. લાંબા સમય સુધી ગોળીબારી ચાલી હતી.

સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને અત્યારે સીલ કરી દીધો છે અને આતંકવાદીઓ સાથે ક્લોઝ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જંગલમાં ત્રણથી ચાર આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા છે. એન્કાઉન્ટર દરમિયાન સેનાના ચાર જવાન અને એક જેસીઓ ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓનો જીવ બચાવી શકાયો નહોતો.

Most Popular

To Top