Top News

ક્રુડ ઓઈલ ખરીદી મામલે અમેરિકાએ ફરી ભારતને આપી ધમકી, કહ્યું…

વોશિંગ્ટન: રશિયા (Russia) પાસેથી ક્રુડ ઓઈલ (Crude Oil) ખરીદવાના મામલે ફરી એકવાર અમેરિકાએ (America) ભારતને (India) ધમકાવવાનો પ્રયાસ કર્યો છે. વ્હાઈટ હાઉસ તરફથી ફરી એકવાર ભારતને ધમકી આપતું નિવેદન બહાર પાડ્યું છે. જોકે, ભારતે પણ અમેરિકાની ધમકીથી ગભરાઈ નહીં જતા વળતો તીખો જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, જે દેશો પાસે તેલના ભંડાર છે તેઓ અમને ઉપદેશ આપવાનો પ્રયાસ નહીં કરે.

રશિયાથી ક્રુડ ઓઈલ ખરીદવાના મામલે વ્હાઈટ હાઉસે કહ્યું કે, અત્યાર સુધી ભારતે જે પણ ક્રુડ ઓઈલ રશિયા પાસેથી ખરીદયું છે અને તેનું પેમેન્ટ કર્યું છે તે અત્યાર સુધી અમેરિકા દ્વારા રશિયા પર લગાવાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘ નથી. કારણ કે ભારત જેટલી ઉર્જા, તેલની આયાત કરે છે તેમાં રશિયાનું યોગદાન માત્ર 1થી 2 ટકા જ છે, પરંતુ આ વાત કરવાનો ટોન વ્હાઈટ હાઉસનો ધમકીભર્યો હતો.

વ્હાઈટ હાઉસ તરફથી ભારતને ધમકીભર્યા સૂરમાં કહેવામાં આવ્યું કે, રશિયામાંથી ઉર્જા-તેલની આયાત વધારવાનો નિર્ણય ભારતના હિતમાં રહેશે નહીં. અમેરિકાની બાઈડન સરકાર ભારતની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ભારત સાથે મળી કામ કરવા માટે તૈયાર છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ સોમવારે એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે હું તમને જણાવી દઉં કે ભારત રશિયામાંથી જેટલી ઉર્જા આયાત કરે છે તે કુલ ઉર્જા ઉત્પાદનના માત્ર 1 કે 2 ટકા જેટલી જ છે.

અમેરિકી અધિકારીની ધમકી પર સવાલ
ગયા અઠવાડિયા દરમિયાન અમેરિકાના ડેપ્યુટી NSA દલીપ સિંહે ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ખુલ્લેઆમ ભારતને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જો ચીન LAC પર હુમલો કરશે તો રશિયા ભારતને બચાવવા નહીં આવે.અમેરિકા વારંવાર ભારતને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાની ધમકી આપી રહ્યું છે. જ્યારે યુરોપીયન દેશો હાલમાં પણ રશિયા પાસેથી 40 ટકાથી વધુ તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. અને ભારત માત્ર એકથી બે ટકા

અમેરિકાએ થોડા દિવસ અગાઉ ભારતને ચેતવણી આપી હતી કે રશિયન ઓઈલની વધુ ખરીદી ભારતને મોંઘી પડી શકે તેમ છે. હાલમાં અમેરિકાએ રશિયન ઓઈલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો નથી પણ સસ્તા દરે ઓઈલની ખરીદી કરતાં દેશો પર તેની નજર છે. આગામી દિવસોમાં તે વધારે કડક નિયંત્રણો લાદવાના મૂડમાં છે. પાછલા વર્ષે ભારતે રશિયા પાસેથી 1.6 કરોડ બેરલ ઓઈલની ખરીદી કરી હતી પણ આ વર્ષે માર્ચ સુધીમા જ 1.3 કરોડ બેરલ ઓઈલની ખરીદી થઈ ચૂકી છે.

તેલ ખરીદવું એ ભારતના હિતમાં નથી…
વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ ઉમેર્યું, ‘અમે ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે અમે નિર્ણય લીધો છે અને અમે રશિયાથી ઊર્જાની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે અને કેટલાક દેશો અમારી સાથે છે. ભારતની મુલાકાત દરમિયાન દલીપ સિંહે તેમના સમકક્ષોને આ સ્પષ્ટ કર્યું છે અને અમારું માનવું છે કે રશિયા પાસેથી ઊર્જાની આયાત ભારતના હિતમાં નથી.

અમેરિકા વારંવાર ધમકીઓ આપે છે
તમને જણાવી દઈએ કે અમેરિકા વારંવાર ભારતને રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવાની ધમકી આપી રહ્યું છે, જ્યારે હજુ પણ યુરોપિયન દેશો રશિયા પાસેથી 40 ટકાથી વધુ તેલ અને ગેસ ખરીદી રહ્યા છે. તે જ સમયે, માર્ચમાં, જર્મની, ફ્રાન્સ અને બ્રિટને પણ રશિયા પાસેથી તેલની આયાત વધારી દીધી છે અને રશિયન રાષ્ટ્રપતિના આદેશ પછી, હવે આ યુરોપિયન દેશો રશિયન ચલણમાં ચૂકવણી કરવા જઈ રહ્યા છે. જ્યારે, આ દેશો સતત ભારતને પ્રચાર કરવામાં લાગેલા છે. ભારતને લઈને પશ્ચિમી દેશોનું આ દંભી વર્તન છે, જે તેઓ સતત કરતા આવ્યા છે.

ગયા મહિને 16 માર્ચે પણ અમેરિકાએ ધમકી આપવાનો પ્રયાસ કર્યો હતો . વ્હાઇટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું હતું કે, જરા વિચારો આ ઘટના જ્યારે ઈતિહાસનાં પાનામાં લખાશે ત્યારે ભારત ક્યા ઉભું રહેવા માંગે છે. ઉલ્લેખનીય છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતનું સ્ટેન્ડ ક્લીયર છે. ભારતે રશિયાના યુદ્ધને સમર્થન નથી આપ્યું. યુએનમાં રશિયા વિરુદ્ધ થયેલા મતદાનથી પણ ભારત દુર રહ્યું હતું.

પશ્ચિમી દેશોને આકરો જવાબ
તમને જણાવી દઈએ કે, ગયા મહિને ભારત સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “કાયદેસર ઉર્જા વ્યવહારોનું રાજનીતિકરણ ન થવું જોઈએ”. ભારતમાંથી પશ્ચિમી દેશોને ટાર્ગેટ કરીને એવું કહેવામાં આવ્યું છે કે, “ઓઇલ આત્મનિર્ભર દેશો અથવા જેઓ પોતે રશિયા પાસેથી તેલ આયાત કરે છે તેઓ વિશ્વસનીય રીતે પ્રતિબંધિત વેપારની હિમાયત કરી શકતા નથી”. ભારતનો સંદર્ભ સ્પષ્ટપણે બ્રિટન અને જર્મનીના દેશો તરફ હતો, જેઓ છેલ્લા ઘણા દાયકાઓથી રશિયા પાસેથી તેલ ખરીદે છે અને યુક્રેન કટોકટી પછી પણ રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદવા પર પ્રતિબંધ લાદી શક્યા નથી. જ્યારે જર્મનીએ સ્પષ્ટપણે રશિયા પાસેથી તેલની ખરીદી પર પ્રતિબંધ મુકવા માટે હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે યુકે હજુ પણ તેના પર વિચાર કરી રહ્યું છે.

Most Popular

To Top