SURAT

બુલેટ પરથી ઊતરવા કહેતાં તાડીના નશામાં યુવકે બુલેટ માલિકને ગળું દબાવી મારી નાંખ્યો

સુરત (Surat) : સુરતમાં ક્રાઈમ રેટ (Crime Rate) ચિંતાજનક હદે વધી રહ્યો છે. સામાન્ય તકરારમાં પણ હત્યા જેવા ગંભીર ગુના બનવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો ફરી એકવાર સુરતમાં બન્યો છે, જેમાં ઈંડા ખાવા ગયેલા યુવકને સામાન્ય બોલાચાલીમાં ગળું દબાવી મારી નાંખવાનો હિંચકાર બનાવ બન્યો છે. પુણાની ભરત કેન્સર હોસ્પિટલ પાસે તાડી પીને આવેલા યુવકને બુલેટ (Bullet) ઉપરથી ઉતરવાનું કહેતા તે ઉશ્કેરાયો હતો, અને બુલેટના માલિકનું ગળુ ગબાવી દીધું હતું. સોમવારે સારવાર દરમિયાન ઇજાગ્રસ્તનું મોત નીપજતા પોલીસે હત્યાનો (Murder) ગુનો નોંધ્યો હતો.

  • પુણા ગામના ભૈયાનગરમાં રહેતો હિતેશ મિત્રો સાથે ઈંડા ખાવા ગયો હતો
  • પરત ફર્યા ત્યારે જયવીર માઢક બુલેટ પર બેઠો હતો, ઉતરવાનું કહેતા જયવીરે બુલેટને લાત મારતા મામલો બિચક્યો
  • કેમ લાત મારે છે તેમ કહેતા જયવીર ઉશ્કેરાયો અને હિતેશનું ગળું દબાવી દીધું હતું
  • સારવાર દરમિયાન હિતેશનું મોત થતાં પોલીસે જયવીર સામે હત્યાનો ગુનો નોંધ્યો

પુણાગામ ભૈયાનગર કાળાપુલ પાસે નારાયણનગર સોસાયટીમાં રહેતા અજય રમેશ રાઠોડ, હિતેશ પાર્કર અને પાર્થ શનિવારે રાત્રે પોણા દસેક વાગ્યાના આરસામાં મોટરસાયકલ લઈને ભરત કેન્સર હોસ્પિટલની પાછળ ઇંડા ખાવા માટે આવ્યા હતા. અહીં ત્રણેય મિત્રોએ નાસ્તો કર્યા બાદ પરત ઘરે જવા માટે પોતાની બુલેટ લેવા માટે ગયા હતા, ત્યારે બુલેટ ઉપર જયવીર અશોક માઢક (ઉ.વ.૨૨.રહે, વાલમનનગર સીમાડાગામ) બેઠો હતો. જેથી હિતેશે તેને બુલેટ ઉપરથી નીચે ઉતરી જવાનું કહ્યું હતું. જયવીરે બુલેટ ઉપરથી નીચે ઉતરીï બુલેટને લાત મારતા મામલો ગરમાયો હતો. હિતેશે ‘કેમ લાત મારે છે’ તેમ કહેતા જયવીર ઉશ્કેરાયો હતો. તાડી પીને આવેલા જયવીરે ગુસ્સામાં હિતેશનું ગળુ દબાવી દીઘું હતું, અને વાળ ખેંચી નાંખ્યા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં હિતેષને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં આજરોજ સારવાર દરમિયાન હિતેષનું મોત નીપજ્યું હતું. પોલીસે જયવીર અને તેના મિત્રોની સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બારીમાંથી ચાવી લઈને ઘરમાં ઘૂસી તિજોરી પેચિયા વડે ખોલી 1.91 લાખની ચોરી
સુરત : લિંબાયતમાં અજાણ્યાએ બારીમાંથી ઘરની ચાવી લઇને ઘરમાં ઘુસ્યા બાદ તિજોરીના લોકને પેચ્યા વડે ખોલી રૂા.1.91 લાખના દાગીના તેમજ રોકડ ચોરી કરી ગયા હતા. લિંબાયતની ગરીબ નવાઝ સોસાયટીમાં રહેતા સમસાદ ગુલામરસુલ અંસારી ઘરમાં જ કપડા પ્રેસ કરવાનું કામ કરે છે. તેઓ રાત્રીના સમયે ઘરને અંદરથી લોક મારીને ચાવીને બારી પાસે મુક્યા બાદ સૂઇ ગયા હતા. દરમિયાન કોઇ અજાણ્યાએ બારી પાસેથી ચાવી લઇને ઘરનો મુખ્ય દરવાજો ખોલી નાંખ્યો હતો, બાદમાં તે બેડરૂમમાં ગયો હતો અને ત્યાં તિજોરીને પેચ્યા વડે તોડી નાંખીને તેમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ્લે 1.91 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top