Charchapatra

પૈસા ફેકો, તમાશા દેખો

રાજ્ય સરકારની નોકરીઓમાં જુદી-જુદી પરીક્ષાઓમાં પેપર ફૂટવાના કૌભાંડોનો ઉહાપોહ હજી માંડ શમ્યો છે ત્યાં ઉર્જા વિભાગમાં રૂા.21 લાખમાં નોકરી અપાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. એક મહિલા પત્રકારે સાચું જ કહ્યું કે સરકારે દરેક નોકરીના ભાવ બાંધવા જોઈએ તે ભાવ પ્રમાણે પૈસા ચુકવે તેને નોકરી મળી શકે અને આ જાહેર પરીક્ષાઓનું નાટક બંધ થવું જોઈએ. પરીક્ષામાં પાસ થવા, નોકરી મેળવવા, બઢતી કે બદલી માટે જમીન \RNA  કરાવવા, નકશા કે ટેન્ડર પાસ કરાવવા, કોન્ટ્રાક્ટરના બીલ પાસ કરાવવા માટેના કારનામાંઓ ખુલ્લે આમ, બેરોકટોક અને સરકારની નિગાહબાનીમાં વર્ષોથી ચાલતા આવ્યા છે. રાજ્યની જુદી જુદી યુનિવર્સિટીઓમાં પ્રિન્ટીંગ પ્રેસમાં મટીરીઅલ છપાવવાનાં કામમાં ભ્રષ્ટાચારની તપાસ ચાલુ છે. સ્વીસ બેંકમાંથી કાળા ધનની વાપસી, પેટ્રોલ-ડીઝલ કિંમતમાં ઘટાડો, શિક્ષણ ફીમાં રાહત, આવકવેરા દરમાં ઘટાડો, અચ્છે દિન, આ બધા વચનો ક્યાં ખોવાયા છે તે સમજાતું નથી. આપણે ત્યાં અનેક ક્ષેત્રોમાં બેહદ ભ્રષ્ટાચાર તેમ જ માઝા મૂકીત મોંઘવારીના માહોલમાં આપણે વિશ્વગુરૂર કેમ બની શકીશું?
પાલનપુર – અશ્વિનકુમાર ન. કારીઆ  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top