આદિવાસી વિસ્તારમાં હોળીનો તહેવાર બધા તહેવારો કરતાં મોખરાનું સ્થાન ધરાવે છે. ખાખરનાં સુમન પરથી ફાગણ આવ્યો કહીને હોળી ઉત્સવની તૈયારી કરે છે. જે વર્ષોથી ચાલી આવતી પરંપર છે. ખાખરાને કોંકણી આદિવાસીઓ ‘પોળસ’ કહે છે. જેનાં ફૂલનો ઉપયોગ આદિવાસી બાળકો ફાગણ રમવાનો રંગ બનાવવા માટે કરે છે. વડીલો પોળસનાં ફૂલોથી કપડાં ધોઈ છે. ફૂલો પાણીમાં નાખી ગરમ કરીને ઉકાળે છે. ઠંડુ કરીને તે સ્નાન કરે છે. જેનાથી તાવ અને લૂ મટે છે. ખાસી થાય તો પોળસનાં ઉપરની છાલ ઘસી નીચેની છાલનાં ભાગનો દવા તરીકે ઉપયોગ કરે છે. આ સમાજ હોળી પછીનું લગ્ન મૂહર્ત તે સમજે જાણે છે. આખા ઉનાળા દરમ્યાન લગ્ન માહોલ જોવા મળે છે.
જે આજે ડાંગ પૂરતો જ માહોલ રહી જવાનો દેખાઈ છે. તાપી, નવસારી, વલસાડ, સુરત જેવા આદિવાસી ગ્રામ્ય વિસ્તારમાં VIP કલચર જોવા મળે છે. આ જિલ્લાનાં જે છેવાડાનાં વિસ્તારોમા અમુક અંશે આ રીત-રિવાજો જોવા મળે છે. હોળીનાં માહોલમાં આદિવાસી યુવાઓ સુરપાટા રમે છે. આજની નવી પેઢીને આ રમત જ્ઞાન જ નથી. હોળીનાં સાંજે વડીલો દેવ પૂજા કરીને ખળામાં દોવડું, પાવરી કાહળીયા જેવા વાંજીત્રો વગાડી નાચ-ગાન કરે છે. હોળીમાં લાલ કોળું આદિવાસીઓ દેવ ડાંગર કહીને પૂજા વિધી કરીને શાક અને પાંનગા બનાવે છે. જે કોળું એક સમયે દરેકનાં ઘરે જોવા મળતું આજે અમુક અંશે જોવા મળે છે. આ બધી રીત રસમો અભણ નાગરિકોએ જાળવી રાખી હતી. આજનો શિક્ષિત આદિવાસી યુવા ભૂલતો દેખાઈ છે.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મહિલાઓને સ્વનિર્ભર બનાવો
મહિલાઓનાં ખાતામાં સીધા પૈસા જમા કરવાને બદલે તેમને સ્વનિર્ભર બનાવો. એ અંગે તા. ૯ માર્ચ ૨૦૨૫નો ગુજરાતમિત્રનો તંત્રીલેખ દ્વારા ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી છે. આખા તંત્રીલેખમાં ખૂબ જ વિગતવાર સમજ આપવામાં આવી છે કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, મહિલાઓનાં ખાતામાં સીધા પૈસા જમા થવા જોઈએ નહીં, કારણ કે તેનાથી તેમનામાં આળસુપણું થવાની પૂરેપૂરી શક્યતા છે, તેને બદલે મહિલાઓને સ્વનિર્ભર બનવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો ઘણો ફેર પડે અને આડકતરી રીતે જોવા જાવ તો રોજગારી ઊભી થાય અને તેટલા પ્રમાણમાં બેરોજગારીનું પ્રમાણ ઘટે. ખૂબ જ અર્થપૂર્ણ તંત્રીલેખ બદલ તંત્રીશ્રીને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
