Charchapatra

હિન્દી ભાષા અને દક્ષિણનાં રાજ્યો

તા.23 મે, 2022 ના ‘ગુજરાતમિત્ર’માં ‘હિન્દી – રાષ્ટ્રની બિંદી’ શીર્ષક હેઠળનું શ્રી બાલકૃષ્ણભાઈ વડનેરેનું ચર્ચાપત્ર વાંચ્યું.  તેમનો અનુભવ આજે પણ યથાર્થ છે. દક્ષિણ ભારતનાં રાજ્યોનાં લોકો તૂટી ફૂટી હિન્દીનો ઉપયોગ આજે પણ કરે છે. પણ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જાણવા મળ્યું છે ત્યાં સુધી દક્ષિણ ભારતનાં રાજ્યો હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી. હકીકતમાં આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે અને રહેવી જોઇએ તેનો સ્વીકાર દેશનાં તમામ રાજ્યો દ્વારા થવો જોઈએ. પણ હકીકત એવી છે કે હિંદીનું મહત્ત્વ સમજતા હોવા છતાં દક્ષિણ ભારતનાં રાજ્યો હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવા તૈયાર નથી. જે સર્વ રીતે અયોગ્ય ગણાવું જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top