National

માથાની જૂ મારવાની આ દવા કોરોના સામે પણ ઉપયોગી જણાઇ!

નવા કોરોના વાયરસ સાર્સ કોવ-ટુથી થતાં કોવિડ-૧૯ની દવા શોધવા માટે આખા વિશ્વમાં પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે મોનાશ યુનિવર્સિટીના સંશોધકોને એક નવતર સફળતાનું કિરણ દેખાયું છે. માથામાં થતી જૂ મારવા માટે મોં વડે લેવાની એક દવા આ વાયરસને પણ નિષ્ક્રિય કરી દેતી જણાઇ છે.

આઇવરમેકટિન નામની આ એન્ટી પેરાસાઇટ દવા કોવિડ-૧૯ના વાયરસને નિષ્ક્રિય બનાવી શકે છે ‌. આ દવાનો એક જ ડોઝ સાર્સ કોવ-ટુ વાયરસને શરીરના કોષમાં વિકસતો અટકાવી દેવા સક્ષમ છે એમ લેબોરેટરી ટેસ્ટિગમા જણાયું છે ‌. આ ડ્રગ અત્યારે વિશ્વભરમાં સહેલાઈથી ઉપલબ્ધ છે અને આ પહેલા તે HIV, ઇનફ્લુએન્ઝા અને ઝીકા વાયરસ સામે પણ ઉપયોગી જણાઇ હતી. આ દવા ટૅબલૅટ સ્વરૂપે આવે છે અને તે મોં વાટે ગળવાની હોય છે. જોકે સાર્સ કોવ-ટુ પર તેની અસર માણસ પર પરીક્ષણ કરીને ચકાસવાની બાકી છે અને તેમાં એકાદ મહિનો લાગી શકે છે એમ વૈજ્ઞાનિકો કહે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top