વેબ સિરિઝ ‘તાંડવ’ના વિવાદિત કન્ટેન્ટને લઇને ક્યારે પણ થઇ શકે છે આ વ્યક્તિની ધરપકડ, જામીન નામંજૂર

છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધાર્મિક સંવેદનશીલતાના નામે ઘણી ફિલ્મો, ફિલ્મ મેકર્સ અને સ્ટાર્સ વિરોધ, રોષ, આંદોલન, બૉયકોટ અને હિંસાનો શિકાર બન્યા છે. એનું એક કરાણ એ હોય શકે કે મનોરંજનની દુનિયાના લોકો ‘સોફ્ટ ટાર્ગેટ’ (soft targets) છે. જાન્યુઆરીમાં OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ (mazon Prime Video) પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘તાંડવ’ (Tandav) સમાચારોમાં છે, અથવા તો એવુ કહીએ કે વિવાદોમાં છે. આ વેબ સિરીઝમાં હિંદુ દેવી-દેવતાોની મજાક ઉડાવાઇ છે એમ કહીને આ વેબ સિરીઝ પર તેના રિલીઝ થયાના થોડા જ સમયમાં તેના ડિરેકટર્સ, મેકર્સ અને ખાસ કરીને એમેઝોન પ્રાઇમના અધિકારીઓ સામે ઘણી FIR દાખલ થઇ ગઇ હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ગુરુવારે વેબ સિરીઝ ‘તાંડવ’ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં એમેઝોન પ્રાઈમ વીડિયોના અધિકારી અપર્ણા પુરોહિતની (Amazon Prime Video’s commercial head, Aparna Purohit) આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. પુરોહિત પર વેબ સીરીઝમાં ઉત્તર પ્રદેશ પોલીસ કર્મચારીઓ, હિન્દુ દેવ-દેવીઓ અને વડા પ્રધાનની ભૂમિકા નિભાવનાર પાત્રનું પ્રતિકૂળ ચિત્રણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના જજે અપર્ણા પુરોહિતની આગોતરા જામીન અરજી નામંજૂર કરતા કહ્યુ છે કે, ‘અરજદારને અગાઉ આવા જ કેસમાં બીજી બેંચ દ્વારા ધરપકડથી વચગાળાના રક્ષણની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અરજદાર તપાસમાં સહકાર આપી રહી નથી.’.

અરજદારની વિનંતી હતી કે વેબ સિરિઝની વાર્તા કાલ્પનિક (work of fiction) છે. અરજદારનો કોઈ સમુદાયની ધાર્મિક ભાવનાઓને આક્રોશિત કરવાનો ઇરાદો નથી. જેના જવાબમાં રાજ્ય સરકારના વકીલે દલીલ કરી હતી કે દેશભરમાં વિવાદિત વેબ સિરીઝને લગતી કુલ દસ એફઆઈઆર અને ચાર ફોજદારી ફરિયાદો નોંધાઈ છે. તે બતાવે છે કે અરજદારના વર્તનથી ફક્ત એક જ વ્યક્તિને અસર થતી નથી, પરંતુ દેશભરના ઘણા લોકોને લાગ્યું છે કે વેબ સિરીઝ વાંધાજનક છે અને તેથી તેઓએ એફઆઈઆર / ફરિયાદો નોંધાવી છે.

જણાવી દઇએ કે અલ્હાબાદ હાઈકોર્ટના જજે અપર્ણા પુરોહિત સામે જે અન્ય કેસની વાત કરી તે એમેઝોનની અનેય વેબસિરિઝ ‘મિર્ઝાપુર’ને લઇને છે. હકીકતમાં

Related Posts