Vadodara

વાઘોડિયાની સભામાં મધુનો હુંકાર ‘હું આચાર સંહિતામાં માનતો નથી’

       વડોદરા: એક ભાજપના કાર્યકર કંચનભાઈ ગરોડાએ ચાલુ સભાએ ઉભા થઈને મધુભાઈને કહયું હતું કે, સયાજીપુરાની સભામાં તમે ‘‘પોલીસ અને કલેકટરને ગજવામાં લઈને ફરું છું’’ તેવુ કેમ બોલ્યા હતા ? હજારોની મેદની વચ્ચે આવો સવાલ પુછતા સભામાં મનોરંજન કરવા આવેલા કલાકારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મધુભાઈ ધુઆપુઆ થઈ ગયા હતા. હું આચાર સંહિતામાં માનતો નથી.

‘‘આને પોલીસને બોલાવી પકડાવી દો આ તો દારૂ પીધેલો છે’’ એટલે ભાજપના કાર્યકર કંચનભાઈ વધુ ઉશ્કેરાયા હતા. તેમણે કહયું કે, હું દારૂ પીતો જ નથી. મધુ દારૂ પીએ છે. તેવો તીખો પ્રતિસાદ આપ્યો હતો. જો કે સભામાં ઉપસ્થિત અન્ય કાર્યકરો કંચનભાઈને લઈ સભા બહાર ગયા હતા.

વાઘોડીયા ખાતે યોજવામાં આવેલી ચૂંટણી સભામાં ભાજપના એક કાર્યકરે પ્રવચન કરી રહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ‘‘પોલીસ અને કલેકટર મારા ગજવામાં છે’’ તેવું નિવેદન કેમ આપ્યું ? તેવો સવાલ કરતા સભામાં સનસનાટી મચી જવા પામી હતી. મધુએ ‘‘આ પીધેલો માણસ છે એને બહાર કાઢો’’ તેમ કહી પોતાની બેઈજજતી ઢાંકવાના પ્રયાસ કર્યા હતા.

વાઘોડીયામાં યોજાયેલી ચૂંટણી સભામાં સભાનું મનોરંજન કરવા િહતુ કનોડીયા, મમતા સોની, મર્ગના િદવાન, આયુષ જાડેજા, જેવા ગુજરાતી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. પરંતુ લોકોનું મનોરંજન કરી શકયા ન હતા.

સભામાં ઉપસ્થિત એટલે મામલો થાળે પડયો હતો. વાઘોડીયામાં યોજેલી સભામાં વાઘોડીયા, ગોરજ અને કોટંબી િજલ્લા પંચાયતના તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top