National

રોહતકમાં પાટા ઉપરથી ખડી ગઈ માલગાડી : ઘટનાને લઇ અનેક ટ્રેનો થઇ પ્રભાવિત

નવી દિલ્હી : હરિયાણાના (Haryana) રોહતકમાં એક માલગાડી પાટા ઉપરથી ખડી ગઈ હતી. રવિવારે થયેલી આ મોટી દુર્ઘટનાને લઇને બીજી અનેક ટ્રેનો પ્રભાવિત થઇ હતી. માલગાડીના (Wagon Train) 6 ડબ્બાઓ ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનાને (Tragedy) કારણે 2 ટ્રેનો રદ કરવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ પણ વ્યકિત ઈજાગ્રસ્ત કે જાનહાનીનો ભોગ બન્યું નથી જોકે આ ઘટનાને લઇ રેલવે તંત્ર તાત્કાલિક ધોરણે રાહતની કામગીરીમાં લાગી ગયું હતું અને માલગાડીને ડબ્બાને હટાવવાની કવાયત શરૂ કરી દીધી હતી..

  • હરિયાણાના રોહતકમાં એક માલગાડી પાટા ઉપરથી ખડી ગઈ હતી
  • રવિવારે સવારે લગભગ 6:45 વાગ્યે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી
  • ટ્રેન દિલ્હીથી રાજસ્થાનના સુરતગઢ જઈ રહી હતી તેવું રેલવેના અધિકારીઓએ જણાવ્યું

રવિવારે સવારે લગભગ 6:45 વાગ્યે માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી
ઘટના અંતર્ગત પ્રાપ્ત માહિતી અનુસાર આ માલગાડી હરિયાણાના રોહતકના સમર ગોપાલપુર ગામ પાસે રવિવારે સવારે લગભગ 6:45 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે રેલ્વે ટ્રેકને નુકસાન થયું હતું. જેના કારણે રોહતક-અને જીંદ રૂટ પર દોડતી 6 ટ્રેનોને અસર થઈ છે. માહિતી મળતા જ રેલવે અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રેલ્વે કર્મચારીઓ ટ્રેક રીપેર કરવાનું કામ કરી રહ્યા છે. ઉપરાંત, અન્ય ટ્રેનો માટે રસ્તો બનાવવા માટે પાટા પરથી ઉતરી ગયેલા કોચને બાજુમાં હટાવી દેવામાં આવી રહ્યા છે.

ટ્રેન દિલ્હીથી રાજસ્થાનના સુરતગઢ જઈ રહી હતી
રવિવારે માલગાડી ટ્રેક ઉપરથી ઉતરી જવાની ઘટના અંતર્ગત માહિતી આપતા ઉત્તર રેલવેના ડીઆરએમ ડી ગર્ગે જણાવ્યું હતું કે રોહતક જિલ્લામાં સવારે 6.45 વાગ્યે એક માલગાડીના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના કયા કારણોથી ઘટી તે માટે રેલવેની ટિમ દ્વારા મૂલ્યાંકન શરુ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેન દિલ્હીથી રાજસ્થાનના સુરતગઢ જઈ રહી હતી. અમે વેગન હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. જે ટ્રેક પર માલગાડી પલટી ગઈ તે દિલ્હીથી બહાદુરગઢ અને રોહતક થઈને જાય છે. ત્યાં ડબલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. ગુડ્સ ટ્રેનના વેગન ઉતરવાને કારણે એક ટ્રેકને નુકસાન થયું છે. જેના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ છે.

Most Popular

To Top