Gujarat

માઉન્ટ આબુમાં ઠંડીએ 28 વર્ષનો રેકોર્ડ તોડ્યો, કચ્છમાં કોલ્ડવેવની આગાહી

ગાંધીનગર: દેશમાં ઠંડીનું (Cold) જોર વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં (North India) હિમવર્ષાના કારણે સમગ્ર દેશમાં તેની અસર પડી રહી છે. કડકડતી ઠંડીની અસર રાજસ્થાન (Rajasthan) તેમજ ગુજરાતમાં (Gujarat) પણ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા રાજસ્થાન તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શિમલા જેવા નજારો જોવા મળ્યો હતો. માઉન્ટ આબુમાં (Mount Abu) કડકડતી ઠંડી પડતા સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે માઉન્ટ આબુમાં છેલ્લા 28 વર્ષનો રેકોર્ડ બ્રેક થયો છે.

માઉન્ટ આબુમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડતા ત્યાનું તાપમાન ન્યૂનતમ માઈનસ 7 ડીગ્રી સેલ્સિયન પર પહોંચ્યું છે. સ્થાનિકો પાસેથી મળતી માહિતી અનુસાર મેદાની વિસ્તારો તેમજ ખેતરોમાં બરફ જામી ગયા છે. અહીંની સૌથી ઊંચી પહાડની ચોંટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયું છે. તમને જણાવી દઈએ કે આ પહેલા બરફ જામી જાય તેવી ઠંડી 1994માં પડી હતી. માઉન્ટ આબુમાં 12 ડિસેમ્બર 1994નાં તાપમાન માઈનસ 7.4 ડિગ્રી થયું હતું, હાલ ઠંડીની તીવ્ર અસર દેખાતા વરસાદી નાળા, ઘરના વાસણો તેમજ ખેતરમાં પણ બરફ જામ્યો હતો અને પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઇ રહ્યા છે. 

હવામાન વિભાગે આપી આગાહી
ઉત્તર ભારતની અસર ગુજરાત-રાજસ્થાનના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આબુમાં આવનારા 4 દિવસો સુધી કકડતી ઠંડી રહેશે. આગાહી અનુસાર આગામી દિવસોમાં ન્યૂનતમ તાપમામ માઈનસમાં જ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 19 જાન્યુઆરી બાદ તાપમાનમાં થોડો વધારો થશે અને લોકોને થોડી રાહત મળશે.

હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી
ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા ગુજરાતનો રણ વિસ્તાર પણ ઠંડો બન્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસો સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે, એટલું જ નહીં કચ્છમાં તો કોલ્ડવેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જણવી દઈએ તમને કે કચ્છનાં નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 8 ડિગ્રી જ્યારે ભૂજમાં 9 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. અમદાવાદમાં 10 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસો સુધી ગુજરાતમાં ઠંડી પડવાની સંભાવના છે. 

Most Popular

To Top