World

અમેરિકાએ કહ્યું,વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે: આ રણનીતિને કારણે બની મજબૂત સ્થિત

નવી દિલ્હી : વ્હાઇટ હાઉસમાં (White House) ઈન્ડો-પેસિફિક અફેર્સ કોઓર્ડિનેટર કર્ટ કેમ્પબેલે (Kurt Campbell) વિશ્વમાં ભારતના (India) સતત વધી રહેલા કદને લઇ ઉલ્લેખ કર્યો છે. ભારત વિશે વાત કરતા તેઓએ કહ્યું હતું કે અમેરિકા ભારતને લઈને ખરેખર ઉત્સાહિત છે. વધુમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જે પણ કરી રહ્યા છીએ તેમાં ભારત તેની મોટી અને જવાબદારીથી ભરપૂર ભૂમિકા ભજવી રહ્યું છે.આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર ભારતની ભૌગોલિક-વ્યૂહાત્મક સ્થિતિ અને ભૌગોલિક-રાજકીય મહત્વ પર વધુને વધુ ભાર ભાર મૂકી રહ્યું છે આ વાતની પણ નોંધ લેતા કેમ્પબેલે ગુરુવારે જણાવ્યું હતું કે આ વર્ષે નવી દિલ્હી વોશિંગ્ટનની કૂટનીતિનું કેન્દ્ર હશે.

G-20 જૂથના અધ્યક્ષ તરીકે ભારતની કૂટનીતિ યુએસમાટે ધ્યાનનું કેન્દ્ર બનશે
વોશિંગ્ટન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ દ્વારા આયોજિત ‘ઈન્ડો-પેસિફિક ફોરકાસ્ટ-2023’માં બોલતા કર્ટ કેમ્પબેલે કહ્યું હતું કે અમેરિકા અને તેના સહયોગી દેશો ભારતને એક એવા દેશ તરીકે જોઈ રહ્યા છે કે જેના પ્રત્યે તેઓ વધુ આકર્ષાય છે. ઈન્ડો-પેસિફિક સંયોજકે કહ્યું કે યુએસ પરંપરાગત ‘હબ એન્ડ સ્પોક’ મોડલ એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જે જોડાણ અને ભાગીદારીનું નેટવર્ક હશે. આ વર્ષે ક્વાડના સભ્ય અને G-20 જૂથના અધ્યક્ષ તરીકે ભારતની કૂટનીતિ યુએસમાટે ધ્યાનનું કેન્દ્ર બનવાની અપેક્ષા છે. બિડેનના ડેપ્યુટી આસિસ્ટન્ટે પ્રદેશના પ્રમુખ અને ઉપરાષ્ટ્રપતિની મુલાકાતનો સંકેત આપ્યો હતો.

વધુમાં કેમ્પબેલે રશિયન હથિયારો પર ભારતની નિર્ભરતા વિશે પણ વાત કરી હતી. આના પર તેમણે કહ્યું કે અમેરિકા રશિયા પર તેની નિર્ભરતા ઘટાડવા ભારતને મદદ કરવા તૈયાર છે. અમે ભારતને સૈન્ય પુરવઠામાં વૈવિધ્ય લાવવામાં મદદ કરવા માટે સ્પષ્ટ કર્યું છે કે અમે સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે મળીને કામ કરીશું જેઓ તે લક્ષ્ય હાંસલ કરવા માંગીયે છીએ..

Most Popular

To Top