Sports

Hockey World Cup: ભારતનો ઈંગ્લેન્ડ સામે મુકાબલો, આજે જીતશે તો ક્વાર્ટર ફાઈનલનો રસ્તો આસાન થશે

હોકી વર્લ્ડ કપની (Hockey World Cup) પોતાની બીજી મેચમાં ભારતીય ટીમ (Indian Team) રવિવારે એટલેકે 15 જાન્યુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. જો ટીમ ઈન્ડિયા આ પૂલ ડી મેચ જીતી જશે તો ક્વાર્ટર ફાઈનલનો રસ્તો આસાન થઈ જશે. આજની જીત બાદ તે 19 જાન્યુઆરીએ (January) થનારી ત્રીજી મેચમાં તેની નીચલા ક્રમાંકની ટીમ વેલ્સ સામે જીતીને સીધી અંતિમ-8માં પહોંચશે. જો ઈંગ્લેન્ડ સામે હાર થશે તો ક્વાર્ટર ફાઈનલમાં સીધો પ્રવેશ મુશ્કેલ બની જશે. જણાવી દઈએ કે ઓડિશામાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ભારત (India) અને ઈંગ્લેન્ડ બંને ટીમોએ (Team) પોતાની પ્રથમ મેચ જીતી છે. ભારતે સ્પેનને 2-0થી હરાવ્યું હતું જ્યારે ઈંગ્લેન્ડે વેલ્સને 5-0થી હરાવ્યું હતું. વધુ ગોલ કરવાના કારણે ઈંગ્લેન્ડ ગ્રુપમાં પ્રથમ અને ભારત બીજા સ્થાને છે.

ભારતીય હોકી ટીમ સ્પેન સામેની એક મેચ જીતી ચુકી છે. હવે તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં સ્પેન સામેની જીતની ગતિને ચાલુ રાખવા ઈચ્છશે. ભારત 29 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવવાનું લક્ષ્ય રાખશે. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને ઈંગ્લેન્ડ આઠ વખત સામસામે આવી ચૂક્યા છે. આમાં ભારત ત્રણ વખત (1975, 1982 અને 1994માં) જીત્યું છે, જ્યારે ઈંગ્લેન્ડે (2002, 2006, 2010 અને 2014માં) જીત મેળવી છે. 1978માં એક મેચ ડ્રોમાં પરિણમી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ માટે રવિવારની મેચ અંતિમ આઠ માટે નિર્ણાયક છે. ગ્રુપની ટોચની ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે જ્યારે બીજી ટીમે ક્રોસઓવર રમવું પડશે. હોકીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સમાન સ્પર્ધા છે. વર્લ્ડ રેન્કિંગમાં ભારતીય ટીમ છઠ્ઠા જ્યારે ઈંગ્લેન્ડ પાંચમા નંબર પર છે. છેલ્લી વખત બંને ટીમો વર્લ્ડ કપમાં 2014માં ટકરાઈ હતી જેમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. આ પછી બંને ટીમો વચ્ચે સાત મેચ રમાઈ છે. જેમાંથી ભારત અને ઈંગ્લેન્ડે બે-બે મેચ જીતી છે જ્યારે ત્રણ મેચ ડ્રો રહી હતી. ગયા વર્ષે બંને ટીમો વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી. આ પૈકી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની મેચ 4-4થી ડ્રો રહી હતી. FIH પ્રો હોકી લીગમાં એક મેચ 3-3થી ડ્રો રહી હતી અને બીજી મેચ ભારતે 4-3થી જીતી હતી.

ટીમના ખેલાડીઓ
ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અભિષેક, સુરેન્દર કુમાર, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, જર્મનપ્રીત સિંહ, મનદીપ સિંહ, લલિત ઉપાધ્યાય, કૃષ્ણ બહાદુર પાઠક, નિમલ સંજીપ એક્સેસ, પીઆર શ્રીજેશ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વરુણ કુમાર, આકાશદીપ સિંહ , અમિત રોહિદાસ (વાઈસ-કેપ્ટન), વિવેક સાગર પ્રસાદ, સુખજીત સિંહ.

ઈંગ્લેન્ડઃ ડેવિડ એમ્સ (કેપ્ટન), જેમ્સ આલ્બરી, લિયામ એન્સેલ, નિક બેંડુરાક, વિલ કેનન, ડેવિડ કોન્ડોન, ડેવિડ ગુડફિલ્ડ, હેરી માર્ટિન, જેમ્સ મેઝારેલો, નિક પાર્ક, ઓલી પાયને, ફિલ રોપર, સ્કોટ રશમાયર, લિયામ સેનફોર્ડ, ટોમ સોર્સબી. જેક વોલેસ, જેક વોલર, સેમ વોર્ડ.

Most Popular

To Top