Gujarat

30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવા સાથે ગુજરાતમાં આ તારીખે ફરી થશે માવઠું

ગાંધીનગર: (Gandhinagar) આકરી ગરમી વચ્ચે હવે ગુજરાતમાં ફરીથી હવામાન વિભાગે (Meteorological Department) ગુજરાતમાં આગામી તા.13, 14 અને 15મી માર્ચ દરમ્યાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી માવઠુ થશે તેવી ચેતવણી આપી છે. જેમાં ખાસ કરીને રાજયમાં ડાંગ, તાપી, ડાંગ , નવસારી , વલસાડ , બનાસકાંઠા, સાબરકાંઠા,પાટણ ,દાહોદ , મહેસાણા, છોટાઉદેપુર , અમરેલી ,પોરબંદર ,જુનાગઢ , કચ્છ સહિત 15 જિલ્લાઓમાં માવઠું થશે. જયારે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી પણ ઈશ્યુ કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં કમોસમી વરસાદ થવાની સંભાવના રહેલી છે. રાજયમાં આજે ભૂજમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોચ્યો હતો.જયારે નલિયામાં 14 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયુ હતું. રાજયમાં આ વખતે માર્ચ આકરો પુરવાર થાય તેવી વકી છે.

  • 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવવા સાથે 13થી 15 માર્ચ દરમ્યાન માવઠુ થશે
  • માવઠાની દક્ષિણ ગુજરાતને અસર થશે
  • ભૂજમાં 38 ડિગ્રી ગરમી નોંધાઈ

અમદાવાદ એરપોર્ટ પર આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 36 ડિ.સે., ગાંધીનગરમાં 35 ડિ.સે., ડીસામાં 35 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 36 ડિ.સે., વડોદરામાં 36 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 38 ડિ.સે., નલિયામાં 37 ડિ.સે., કંડલા એરપોર્ટમાં 37 ડિ.સે., ભાવનગરમાં 35 ડિ.સે.,રાજકોટમાં 37 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 37 ડિ.સે. અને કેશોદમાં 37 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું. જયારે રાજયમાં નલિયામાં 14 ડિ.સે., ઠંડી – એટલે કે લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top