Business

GIDC માં 3000 ચો.મી.ના ક્ષેત્રફળવાળા પ્લોટમાં પેટાભાડાની ફી ઘટાડાઈ

સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) જાહેર થાય એના ત્રણ દિવસ અગાઉ જીઆઇડીસીએ (GIDC)ઔદ્યોગિક વિસ્તરણ ઝડપી બને એવું કારણ ધરી 3000 ચો.મી.ના ક્ષેત્રફળ વાળા ઔધોગિક પ્લોટ શેડ,વાણિજય પ્લોટ અને રહેણાંક મિલ્કતોમાં પેટાભાડાની ફી ઘટાડવાની જાહેરાત કરી છે.સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ.સોસાયટીને મોકલાયેલા પોલિસી નોટિફિકેશનમાં પ્રતિ વર્ષ વિતરણ દરના 3 % ને બદલે 1% પેટાભાડાની ફી હવે વસુલાશે.નિગમ દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં ફાળવેલાં પ્લોટ શેડની મિલ્કતોને પેટાભાડે આપવા અંગે સમયાંતરે જુદી જુદી શરતો લાગુ પાડી પેટાભાડાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પેટાભાડાની ફી પ્રતિ વર્ષ પ્રવર્તમાન વિતરણ દરના 3 % મુજબ વસુલ લેવાની જોગવાઈ અમલમાં હતી.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ એફઆઈએ દ્વારા નિગમ આ ફી 3 ટકા વધુ હોવાથી 1 ટકો કરવા માંગ કરવામાં આવી હતી જે સરકારે મંજુર રાખી હતી.જીઆઈડીસીનાં MSME ઉદ્યોગકારોને તા.1/5/2022 સુધી આ રાહતનો લાભ મળશે. ફાળવણીદારે પેટા ભાડાની અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે. (૨) ફાળવવામાં આવેલી અને વપરાશ થયેલી મિલ્કતના ચોક્કસ વિસ્તાર માટે મંજુર થયેલાં – બાંધકામને પેટાભાડે આપી શકશે. નિગમની 100% રકમ વસુલ લઈ વપરાશી મિલકત GDCR-2017 મુજબના મંજુરીપાત્ર વિસ્તારને પેટાભાડે આપી શકાશે,ખુલ્લી મિલ્કતોને પેટાભાડાની મંજુરી આપી શકાશે નહિ. વિતરણ કરવામાં આવેલી મિલ્કત જે તે ઝોનમાં આવેલ હોય તે ઝોનને અનુરૂપ મિલ્કત વાણિજયાઔધોગિક,આનુસાંગિક સુવિધાઓ માટે પેટાભાડે આપી શકાશે.

પેટાભાડાની દરખાસ્ત સમયે ફાળવણીદાર અન્ય પક્ષકાર સાથે જે કરાર કે દસ્તાવેજ કરે તેની શરતો ફાળવણીદારે નિગમ સાથે કરેલાં લાયસન્સ એગ્રીમેન્ટ (કરારખત), લીઝડીડની શરતોને અનુરૂપ જ પેટાભાડે આપી શકશે. પેટાભાડે મેળવનાર મિલ્કતના પક્ષકારે રાસાયણિક ઉધોગ માટે પેટાભાડા આપવામાં આવેલ મિલ્કત ઉપર રાસાયણિક કે પ્રદુષણયુકત પ્રકાર માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું “ના વાંધા પ્રમાણપત્ર” મેળવવાનું રહેશે તથા બિનરાસાયણિક ઝોનમાં રાસાયણિક પ્રકારની પર્યાવરણને અસર કરતા ઉધોગ માટે પેટાભાડાની મંજુરી આપવાની રહેશે નહી.વાણિજય હેતુ માટે ઔધોગિક વિતરણ દરના બમણાં અથવા રહેણાંક વિતરણ દરના દોઢા બે માંથી જે વધુ હોય તે તળીયાની કિમત ગણી પેટાભાડાની ફી વસુલવાની રહેશે. મોબાઈલ ટેલીકોમ્યુનીકેશન ટાવર ઈન્સ્ટોલેશન માટે પેટાભાડે આપવા અંગે આ નીતિ લાગુ પડશે તા.1/5/2022પછી અરજી આવશે તો 3 ટકાનો જૂનો દર લાગુ પડશે.

કોઈને લાભ નહીં આપવાની શરત પણ જીઆઇડીસી એ ઇનડાયરેક્ટ મૂકી
પેટા ભાડામાં બે ટકાની રાહત જાહેર કરી જીઆઇડીસી એ વિચિત્ર શરત મૂકી છે.બાંધકામ નીતિ નિયમ મુજબ કાયદેસર નહીં હોય તો આયોજનાંનો લાભ નહીં મળે સુરત સહિત રાજ્યની તમામ જીઆઇડીસીઓમાં માર્જિનની જગ્યા કવર કરી,ગ્રીન સ્પેસની જગ્યા કવર કરી,6 મીટર પ્લોટને ફરતે જગ્યા નહીં છોડી,હાઈટના નિયમો અવગણી બાંધકામો થયાં છે.ભાગ્યેજ કોઈ બાંધકામ નિયમ મુજબ કાયદેસર હશે.જેને અપવાદમાં આ યોજનાનો લાભ મળી શકે.

Most Popular

To Top