Entertainment

શાહરૂખ સાથે લંડન જવા થઈ જાવ તૈયાર, બર્થ ડે પર આપી ચાહકોને ભેંટ, ડંકીનું પહેલું ટીઝર રિલીઝ

મુંબઈ: ‘પઠાણ’ (Pathan) અને ‘જવાન’ની (Jawan) સુપર સક્સેસ બાદ શાહરૂખ ખાનની (ShahRukhKhan) આગામી ફિલ્મ ડંકીની (Dunki) પહેલી ઝલક સામે આવી છે. રાજકુમાર હિરાનીના (RajkumarHirani) નિર્દેશનમાં બનેલી મોસ્ટ અવેટેડ મૂવી ડંકીનું પહેલું ટીઝર આજે લોન્ચ થયું છે. કિંગ ખાનના 58માં જન્મદિવસ પર ડંકીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં શાહરૂખ 2જી નવેમ્બરે ફેન્સ માટે ડબલ સેલિબ્રેશન લઈને આવ્યો છે.

ફિલ્મ ‘ડંકી ડ્રોપ 1’ની પ્રથમ ઝલકમાં રાજકુમાર હિરાનીના સિનેમાની અદ્ભુત ઝલક જોવા મળે છે. આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા દર્શાવવામાં આવી છે જેઓ ઈંગ્લેન્ડ જવાનું સપનું જોઈ રહ્યા છે. તેઓ વિદેશ જવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. શાહરૂખ ખાને પોતાના આ મિત્રોને લંડન લઈ જવાની જવાબદારી લીધી છે. ડંકી પ્રેમ અને મિત્રતાની ફિલ્મ છે.

આ પહેલાં ટીઝરમાં ઘણા મજેદાર દ્રશ્યો જોવા મળે છે. ફિલ્મના પાત્રો એકદમ રંગીન છે. ફિલ્મનો ડ્રોપ 2 બહુ જલ્દી રિલીઝ થશે. ફિલ્મમાં શાહરૂખનું પાત્ર એકદમ સરળ પરંતુ હૃદય સ્પર્શી હોવાનું લાગી રહ્યું છે. ‘ડંકી ડ્રોપ 1’માં શાહરૂખ અને તેના મિત્રો વચ્ચેની જુગલબંધી મજબૂત દેખાઈ રહી છે. વિકી કૌશલનો સ્વેગ ચાહકોના દિલ જીતી રહ્યો છે. ડંકીની પહેલી ઝલકને સોશિયલ મીડિયા પર પોઝિટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે.

શાહરૂખ ક્રિસમસ પર ચાહકોને પાર્ટી આપશે
ડંકી ફિલ્મ 22 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. વર્ષની શરૂઆતમાં પઠાણ, મધ્યમાં જવાન અને અંતે ડંકી સાથે કિંગ ખાન 2023ને ધમાકેદાર રીતે અલવિદા કહેવા જઈ રહ્યો છે. તાપસી પન્નુ ડંકીમાં મુખ્ય અભિનેત્રી છે. આ પહેલીવાર હશે જ્યારે ચાહકો આ બંને કલાકારોને સિલ્વર સ્ક્રીન પર એકસાથે જોશે. ફિલ્મમાં દિયા મિર્ઝા, ધર્મેન્દ્ર, બોમન ઈરાની, સતીષ શાહ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. કાજોલ અને વિકી કૌશલનો કેમિયો રોલમાં જોવા મળશે.

‘ડંકી’ની ટક્કર ‘સાલર’ સાથે થશે
બોક્સ ઓફિસ પર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ સાથે ડંકી ફિલ્મ ટકરાશે. અગાઉ એવી અટકળો હતી કે ડંકીની રિલીઝ મોકૂફ રાખવામાં આવશે પરંતુ આ અહેવાલો સંપૂર્ણપણે ખોટા સાબિત થયા છે. એવા પણ અહેવાલો છે કે ‘સાલાર’ના નિર્માતાઓ રિલીઝની તારીખ આગળ વધારી શકે છે. પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી.

Most Popular

To Top