National

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ‘ભારત જોડો યાત્રા’માં જોડાયા, રાહુલ ગાંધી સાથે કરી ચર્ચા

નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) આગેવાની હેઠળની ‘ભારત જોડો યાત્રા’માં (Bharat Jodo Yatra) દરરોજ નવા લોકો જોડાયા છે. જેમાં કયારેક ફિલ્મ સ્ટાર હોય અથવા તો ક્યારેક મોટા નેતા હોય. રાહુલ ગાંધીની પદ યાત્રામાં સામાન્ય લોકો પણ જોડાતા હોય છે અને તેમની સાથે યાત્રા કરે છે. પરંતુ આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન (Former RBI Governor Raghuram Rajan) રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી, અને પદયાત્રામાં જોડાયા હતા. રાહુલની આ યાત્રા હાલ રાજસ્થાનમાંથી પસાર થઈ રહી છે. રાજસ્થાનમાં આજે યાત્રાનો દસમો દિવસ છે અને આજે સવાઈ માધોપુર જિલ્લામાં યાત્રા ચાલી રહી છે.

  • કોંગ્રેસની ભારત જોડો યાત્રા સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થઈ હતી
  • RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારત જોડો યાત્રામાં ભાગ લીધો
  • કેન્દ્ર સરકારની નીતિઓથી નારાજ રાજને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન આજે (14 ડિસેમ્બર) સવારે ‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે જોડાયા હતા. રાજસ્થાનના સવાઈ માધોપુરથી આજે ફરી કોંગ્રેસની પદયાત્રાનો પ્રારંભ થયો છે. આ તસવીરમાં રાજન અને રાહુલ ગાંધી વચ્ચે ચર્ચા જોવા મળી રહી છે. કોંગ્રેસે તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન રાહુલ ગાંધી સાથે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા હોવાની તસવીરો પણ શેર કરી છે. તેના કેપ્શનમાં કોંગ્રેસે લખ્યું છે કે, “નફરત સામે દેશને એક કરવા માટે ઉભેલા લોકોની વધતી સંખ્યા દર્શાવે છે કે અમે સફળ થઈશું.” આ દરમિયાન કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા

રઘુરામ રાજને રાહુલ ગાંધી સાથે લાંબી ચર્ચા કરી હતી
પૂર્વ આરબીઆઈ ગવર્નર ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને સચિન પાયલટ સાથે ચાલતા જોઈ શકાય છે. વીડિયોમાં રાહુલ અને રાજન ચર્ચા કરતા જોઈ શકાય છે. આ પદયાત્રા બુધવારે સવારે રાજસ્થાનના સવાઈ માધોપુરના ભદોતીથી શરૂ થઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ રાજન સાથે લાંબી ચર્ચા કરી હતી.

આ સાથે જ રાજન અને રાહુલ ગાંધીએ ટી-બ્રેક સુધી સતત ચર્ચા કરી હતી. નોંધનીય છે કે રઘુરામ રાજન આર્થિક મુદ્દાઓ પર દોષરહિત અભિપ્રાય આપતા રહ્યા છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની નીતિઓથી નારાજ થઈને રઘુરામ રાજને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સિવાય તેમણે સરકારના નોટબંધીના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો.

Most Popular

To Top