Gujarat

વિસનગરના કોંગી નેતા વઝીરખાનના પુત્રના લગ્નમાં નોનવેજ ખાવાથી 1200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર

મહેસાણા : મહેસાણા (Maheshana) જિલ્લામાંથી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિસનગર (Visanagar) તાલુકાના સવાલા ગામે એક સાથે 1200થી વધુ વ્યક્તિઓને ફૂ઼ડ પોઈઝનિંગની (Food Poisoning) અસર થતાં તાત્કાલિક હોસ્પિટલ (Hospital) ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ સવાલા ગામનો છે જ્યાં કોંગ્રેસના નેતા વઝીમખાનના પુત્ર શાહરુખ પઠાણના લગ્ન રિસેપ્શનમાં ભોજન લીધા બાદ લોકોની તબિયત બગડી હતી. લગ્ન પ્રસંગમાં નોનવેજ ખાધા બાદ ગ્રામજનોને ઝાડા-ઉલટી થવા લાગી હતી. જેમાં 1200 જેટલા લોકો ફૂડ પાઈઝનિંગનો ભોગ બન્યા હતા. ઘટનાની જાણ થતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વીસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

સવાલા ગામે ગઈરાત્રે કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્રના લગ્નનું રિસેપ્શન હતું, જેમાં મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં ભાજન લેતા જ લગભગ 1200 જેટલા લોકોની તબિયત બગડી જતા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે લગ્નમાં દિલ્હી દરબાર નામના કેટર્સ દ્વારા જમવાનું બનાવવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવી હતી. જે વાનગી આરોગયા બાદ લોકોને હોસ્પિટલ જવું પડ્યું હતું. હાલ કુલ 1225 જેટલા દર્દીઓ સરકારી ચોપડે નોંધાયા છે. આખી રાત ડોકટરની ટીમ અને મેડિકલ સ્ટાફ વિવિધ હોસ્પિટલમાં હજાર રહી દર્દીઓને સારવાર આપી હતી. જેમાંથી 95 % દર્દીઓની સારવારમાં સુધારો આવ્યો હોવાથી તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે હજી પણ ઘણા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જતા તાત્કાલિક જે વાહન મળ્યા એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા મોડી રાત્રે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ , મહેસાણા એસપી, અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી અનુસાર આ તમામ દર્દીઓની હાલત હાલ સ્થિર છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ટ દર્દીઓની સારવારી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે સમય પર તાત્કાલિત સારવાર મળતા કોઇ પણ પ્રકારનો ગંભીર બનાવ કે મૃત્યુ નોંધાયુ નથી. ફુડ પોઇઝનીંગના વધુ કેસ નોંધાય ત્યારે તમામ દર્દીઓને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવવા વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લા આરોગ્યતંત્રને સજ્જ રહેવાની તાકીદ હાથ ધરી છે.

Most Popular

To Top