SURAT

સુરતની અન્નપૂર્ણા ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી, લાશ્કરોએ ઓક્સિજન માસ્ક પહેરી આગ બુઝાવી

સુરત: સુરત(Surat)નાં રીંગરોડ વિસ્તારમાં આવેલી અન્નપુર્ણ ટેક્ષટાઈલ માર્કેટ(Textile Market)માં આગ(Fire) લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટમાં પાચમાં માળે આવેલી સાડી(Saree)ની દુકાન(Shop)માં આગ લાગી હતી. આ આગનાં પગલે બાજુની દુકાન પણ ઝપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ ફાયર વિભાગ(Fire Department)ને કરાતા ફાયરની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો.

બાજુની દુકાન પણ આગની ઝપેટમાં આવી
સવારના દુકાન ખોલવાના સમયે જ અન્નપૂર્ણા માર્કેટના પાંચમા માળે આવેલી 547 નંબરની દુકાનમાં એકાએક આગ લાગવાની શરૂ થઈ હતી. જેના પગલે ડરનો માહોલ જોવા મળ્યો હતો.દુકાનમાંથી પહેલા ધુમાડો નીકળવાનો શરુ થયો અને ત્યારબાદ દુકાનમાં આગ લાગતા અફરાતફરી જોવા મળી હતી. આ આગના પગલે બાજુની દુકાનમાં પણ આગ લાગી ગઈ હતી.

ફાયરની 5 જેટલી ગાડીઓ આગને કાબુ લેવા જોડાઈ
રિંગરોડની કાપડ માર્કેટમાં આગ લાગ્યાનો માહિતી મળતા જ સુરત શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. આજ્ઞા પગલે વધુ પડતો ધુમાડો નીકળતો હોવાને કારણે ફાયર વિભાગને પણ આગ પર કાબૂ મેળવવામાં થોડી મુશ્કેલી પડી હતી. દુકાનમાં સાડીનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ લાગતાની સાથે ધુમાડો પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. અને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબૂ મેળવ્યો
દુકાનમાં સાડીનો જથ્થો હતો. જેમાં આગ લાગી હતી જેના પગલે ધુમાડો વધુ નીકળતો હોવાથી સીધી રીતે ફાયર વિભાગના જવાનો અંદર પ્રવેશવામાં મુશ્કેલી પડી હતી. આખરે ફાયરના જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગણતરીના કલાકોમાં જ આગ ઉપર કાબૂ મેળવી લેતા અન્ય દુકાનોમાં આગ પ્રસરી ન હતી. જો કે આ આગ એસીમાં શોર્ટ સર્કિટનાં પગલે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ આગમાં સાડીનો જથ્થો બળીને ખાક થતા માલિકને મોટુ નુકશાન થયું છે.

Most Popular

To Top