Business

હર ચેહરા યહાં ચાંદ

હર ચેહરા યહાં ચાંદ (2) તો હર ઝર્રા સિતારા
હર ચેહરા યહાં ચાંદ તો હર ઝર્રા સિતારા
યે વાદી-એ-કશ્મીર હે જન્નત કા નઝારાપ જન્નત કા
નઝારા હર ચહેરા જહાં ચાંદ
હસતી કે જો કલિયાં તો હસીન ફૂલ હૈ ખીલતે (2)
હે લોગ યહાં જૈસે ઉત્તર આયે ફરિશ્તે હોઓ
હર દિલ સે નીકળતી હે યહાં પ્યાર કી ધારા (2)
યે વાદી એ-કશ્મીર હે જન્નત કા નઝારા,
જન્નત કા નઝારા હર ચહેરા જહાં ચાંદ
દિન-રાત હવા સાજ બજાતી હૈ સુહાને (2)
નદીયોં કે લબો પર હે મુહબ્બત કે તરાને હોઓ
મસ્તી મે હે ડૂબા હુઆ બેહોશ કિનારા (2)
યે યાદી-એ-કશ્મીર હે જન્નત કા નઝારા,
જન્નત કા નઝારા હર ચહેરા જહાં ચાંદ
યે જલવા-એ-રંગીન હૈ કિસી ખ્વાબ કી તામીર (2)
યા ફૂલો મેં બૈઠી હુઇ દુલ્હન કી હૈ તસવીર ઓઓ
યા થમ ગયા ચલતા હુઆ પરીયોં કા શિકારા (2)
યે વાદી-એ-કશ્મીર હૈ જન્નત કા નઝારા, જન્નત કા નઝારા,
હર ચેહરા યહાં ચાંદ તો હર ઝર્રા સિતારા (2)
યે વાદી-એ-કશ્મીર હે જન્નતકા નઝારા, જન્નતકા નઝારા, હર ચહેરા જહાં ચાંદ ચાંદ આ.. આ.. આ..

અત્યારે કશ્મીર ચર્ચામાં છે. એક સમયે આપણી ફિલ્મને અને તેના પ્રેમીઓને કશ્મીર વિના ચાલતુ નહતુ. ત્યાંનુ પ્રાકૃતિક સૌંદર્ય જોઇ લોકો મુગ્ધ થતાં પણ પછી સંજોગો બદલાયા. પ્રાકૃતિક સૌંદર્ય તો આજે પણ છે પણ આતંકવાદ અને પાકિસ્તાની તત્વોએ કાશ્મીરને જાણે ભારતથી દૂર કરી નાંખ્યુ઼. ત્યાંના સૌંદર્ય જિશે લખાતા ગીતો અટકી પડ્યા. આ ગીત તો ઠેઠ 1968ની ફિલ્મનું છે અને સોનીક ઓમીનું સંગીત છે. યાદ હોય તો આ ફિલ્મમાં જ જિન્હે હમ તુલના ચાહે વો અક્સર યાદ આતે હૈ, ગીત પણ એનુ઼ જ પણ આ ગીતકાર જી.એસ. રાવલને આ સંગીતકાર જરા ઓછી પ્રશંસા પામ્યા. જોકે અનેક કારણો હોય છે અને આ બંનેનુ કામ પણ પ્રમાણમા ઓછુ઼ તો જ છે તેનો આનંદ. આ ગીત છે ખૂબસૂરત અહીં કાશ્મીરના સૌંદર્ય સાથે જ કાશ્મીરના લોકોના સૌંદર્યને પણ સાથે સાથે જોવાનુ઼ છે. પ્રકૃતિ સુંખર હોય તો તેમાં સુંદર ફૂલો ખીલે એવું જ નહીં સુ઼દર નારી સૌંદર્ય પણ ખીલે. જી.એસ. રાવલ લખે છે હર ચહેરા યહાં ચાંદ તો હર ઝર્રા સિતારા યે વાદી એ કશ્મીર હૈ જન્નત કા નઝારા અહીં દરેક ચહેરો ચાંદ છે ને અહીંનો અણુ અણુ સિતારા છે આ કાશ્મીરની ખીણ સ્વર્ગનુ઼ દૃશ્ય છે. કશ્મીર વિશે કહેવાયુ઼ં હોય તો આ સાચું જ એવું સૌ કહેશે.

ગીતકાર દરેક પંક્તિને કશ્મસર અને તેના લોકો બંનેની વાત કહે છે. જો કળીઓ હસે છે તો રૂપાળા ફૂલ ખીલે છે. અહીં લોકો એવા છે કે જાણે ફરિશ્તા ઉતરી આવ્યા હોય. દરેક હૃદયની જ્યાં પ્રેમની ધારા નીકળે છે અને એટલે આ કાશ્મીરની ખીલ જન્નતના નઝારા સમી છે. આ ગીત ફિલ્મમાં તો હીરો દીપકકુમાર વિમીને સંબોધીને ગાયુ છે એટલે કાશ્મીરના લોકોની વાત આમ તો પ્રિયતમા માટે છે પણ ફિલ્મમાં સમાંતરે કાશ્મીરનુ઼ સૌંદર્ય ફિલ્માવાયું છે જે વિમીને અને આ બંનેના પ્રેમને સુંદર બનાવે છે. આ ગીતનો દરેક અંતરો કાશ્મીરની પ્રકૃતિને સમર્પિત છે. દિન-રાત હવા સાજ બજાતી હે સુહાને, નદીયોં કે લબો પર હૈ મુહબ્બત કે તરાને, મસ્તી મેં હે ડૂબા હુઆ બેહોશ કિનારા.

યે વાદી- એ- કશ્મીર હૈ જન્નત કા નઝારા’ દિવસ રાત અહીંની હવા જાણે સાજ (વાદ્ય) વગાડે છે, સોહામણા વાદ્ય વગાડે છે. નદીઓના હોઠો પર પ્રેમના ગીતો છે અને કિનારઓ જાણે મસ્તીમાં બેહોશ ડૂબેલા છે. જો તમે કાશ્મીરમાં હો તો આ અનુભવ કરશો. ત્યાંની હવામાં એક સંગીત અનુભવશો. પહાડો, ખીણો, પહાડી નદીઓને હવા સ્પર્શે તો એક ગુંજ જન્મે ને તે સાંગીતિક જ હોય. એટલે ગીતકારે સોહામણા વાદ્ય કહ્યા છે. નદીના હોઠ પર પ્રેમના ગીત અનુભવાશે. તમે જોશો કે ત્યાં આતંકવાદ જરૂર આવ્યો પણ મૂળ કાશ્મીરના લોકો વડે નહીં, તે તો બહારી તત્ત્વો હતા. કાશ્મીરના લોકોમાં આક્રમકતા નથી. તમે પંડિતોનો ય જુઓ તમને તેઓ શાંત વર્તાશે. ખૂબસૂરત પ્રકૃતિ મનને શાંત વર્તાશે. ખૂબસૂરત પ્રકૃતિ મનને શાંત રાખે છે. તમે હિમાલયના દરેક સ્થળોએ તે અનુભવશો. પ્રકૃતિ મનને કેવી અસર કરે છે તેની આ વાત છે.

હવે છેલ્લો અંતરો. ‘યે જલવા-એ-રંગીન હૈ કિસી ખ્વાબ કી તાબીર, યા ફૂલો મેં બૈઠી હુઇ દુલ્હન કી હે તસવીર, યા થમ ગયા ચલતા હુઆ પરીયો’ કો શિકારા’ આ જે રંગીનતાનો જલવો છે. જલવા એઠલે સૌંદર્ય, છટા રંગીનતાની છટા, રંગીનતાનું સૌંદર્ય એવું છે કે જાણે સપનાનો રસ્તો હોય, સપનાનું પરિણામ હોય. કે પછી ફૂલોમાં બેઠેલી દુલ્હનની તસવીર હોય કે પછી પરીઓનો શિકારો ચાલતા ચાલતાં અહીં જ થંભી ગયો હોય. કાશ્મીરના દસ સરોવરમાં શિકારો હોય છે તેને અહીં ખૂબ સરસ રીતે જોડી દેવાયો છે. પરીઓનો શિકારો જાણે અહીં ચાલતા ચાલતા અટકી ગયો છે. દૃશ્યો જ એવા છે કે પરીઓ અહીં થંભી ગઇ છે. તો એવી એ કાશ્મીરની ખીણની વાત છે. હર ચહેરા જહાં ચાંદ, તો હર ઝરા નઝારા. આપણે કાશ્મીરમાં ઊભા આ ગીત ગાઇ શકીએ અને ત્યાંની પ્રકૃતિનું સૌંદર્ય વધી જાય એવી પ્રિયતમા સાથે હોય અને તેની સાથે આપણા પ્રથમ પ્રેમની અનુભૂતિ હોય તો ત્યાંના બધાજ ચહેરા ચાંદ લાગશે, દરેક ઝર્રા નઝારા અનુભવાશે. આ ગીત રફી સાહેબે ગાયું છે પણ ગીતના શબ્દો-ભાવો જ તેમને દોરવે છે એટલે ગાયકીમાં થોડી ખોટ અનુભવાય છે. જો કે ઝીણું સાંભળો તો એવું લાગશે બાકી કાશ્મીર છે તો સૌંદર્ય જ છે !

Most Popular

To Top