Vadodara

સયાજીગંજમાંથી પિસ્તોલ અને દારૂની બોટલ સાથે વૃદ્ધ ઝડપાયો

વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિગ્નેચર કાફે પાસેથી પોલીસે એક પિસ્તોલ અને દારૂની બોટલ સાથે એક અમદાવાદના વૃદ્ધને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પિસ્તોલ,દારૂની બોટલ,કાર અનને મોબાઇલ મળી 1.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમા પેટ્રોલિંગની કામગીરી કરી રહ્યો હતો. તે દરમિયાન બરોડા સ્કૂલ પાસે આવતા પો.કો. રમેશ ચેલાભાઇ અ્ને પો.કો.નવદિપસિંહ દરસથસિંહને બાતમી મળી હતી કે સિગ્નેચર કાફે પાસે રોડ પર એક શખ્સ પિસ્તોલ જેવા હથિયાર ભરાવી ઉભો છે.

જેથ પીઆઇ પીએસાઇ ડી કે વાઘેલા સહિતની ટીમે બાતમી મુજબની જગ્યા પર જઇને તપાસ કરી હતી. જેમાં બાતમી મુજબ શખ્સે મળી આવતા તેને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સમીર હસમુખ શાહ(રહે, શ્રીહરી બ્લેસિંગ કર્ણાવતિ એપાર્ટમેન્ટ-2ની સામે નારોલ લાંભા રોડ અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા તેની અંગજડતી કરતા એક પિસ્તોલ, વિદેશી દારૂનો બોટલ, મોબાઇલ અને કાર મળી આવી હતી. જેથી પોલીસે 1.66 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top