Health

ડાયાબિટીઝની પ્રબળતા અને સમય વધવાની સાથે સાથે નપુંસકતાની સમસ્યા પણ વધે છે

આજના જમાનામાં સૌથી વધુ તણાવનો જો કોઈ સામનો કરતું હોય તો તે પુરુષો છે. આપણો સમાજ પર્ફોર્મન્સને મહત્ત્વ આપનારો છે અને સેક્સ સદાય મહિલાઓ માટે લાભદાયી રહ્યું છે એટલે કે જેતે ક્ષેત્રમાં પોતાની ક્ષમતાના જોરે શ્રેષ્ઠ હાંસલ કરનાર વ્યક્તિને જ સમાજમાં મહત્ત્વ અપાય છે. નિષ્ક્રિય કે બિનકાર્યક્ષમ લોકોનું આપણા સમાજમાં સહેજ પણ મહત્ત્વ નથી. તો શું શિશ્નોત્થાન પુરુષ માટે પણ એટલું જ મહત્ત્વનું છે? પુરુષની ઇન્દ્રિય શરીરનો એક સૌથી ઓનેસ્ટ ભાગ છે. તેમાં ઉત્તેજના આવેલી દેખાય અથવા બિલકુલ દેખાતી નથી. પુરુષ ઈચ્છે તો પણ સ્ત્રી સામે આ હકીકત છુપાવી શકતો નથી અને તેના જ કારણે જ્યારે પુરુષ જાતીય જીવનમાં નિષ્ફળતા અનુભવે ત્યારે તે દબાણમાં આવી જતો હોય છે.

નપુંસકતાની સમસ્યા માટે ડાયાબિટીઝ એક ખૂબ જ કોમન કારણ છે. ડાયાબિટીઝ નહીં ધરાવતાં પુરુષોની સરખામણીમાં જોઈએ તો ડાયાબિટીઝ ધરાવતાં પુરુષોને શિશ્નોત્થાનની સમસ્યા થવાની શક્યતા ત્રણ ગણી વધારે રહેલ છે. પરંતુ જેમ-જેમ ઉંમર વધતી જતી હોય અને ડાયાબિટીઝની પ્રબળતામાં વધારો થાય તેમ તેમ નપુંસકતાની સમસ્યામાં ઘણો વધારો થતો જોવા મળે છે. એક અંદાજ પ્રમાણે ડાયાબિટીઝનો શિકાર બનેલા ૫૦ થી ૭૦ ટકા પુરુષોમાં કોઈ ને કોઈ અંશે નપુંસકતાની સમસ્યા અનુભવાતી હોય છે.

જો તમને ડાયાબિટીઝ હોય અને તમને ઈન્દ્રિયમાં ઉત્થાનની સમસ્યા અનુભવાતી હોય તો તમારે કવોલિફાઈડ સેક્સોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. મોટાભાગનાં લોકો ડૉક્ટર કે અન્ય કોઈ પણ સમક્ષ પોતાની જાતીય સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં ખંચકાટ કે શરમ અનુભવતાં હોય છે અને આ જ શરમના કારણે જાતીય સુખથી પોતે અને પોતાના સાથીને દૂર રાખતા હોય છે. પરંતુ તેમાં ચિંતા કે શરમ કરવાનું કોઈ જ કારણ નથી. તમે દુનિયાના પહેલા પુરુષ નથી કે જેને નપુંસકતાની તકલીફ ઊભી થયેલ છે. સેક્સોલોજિસ્ટ ડૉક્ટર જોડે યોગ્ય તપાસ કરાવી, નિદાન અને સારવાર કરવાથી તમારી તકલીફ કાયમ માટે ચોક્કસ દૂર થતી હોય છે. તેઓ આ પ્રકારની અનેક સમસ્યાઓ હલ કરી ચૂક્યા હોય છે અને તમારી સમસ્યામાં કેવી રીતે મદદરૂપ થવું તે પણ તેઓ સારી રીતે જાણતા હોય છે. જો તમે નપુંસકતાની સમસ્યા અનુભવતા હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. સારવાર બાદ તમે ફરી વાર તંદુરસ્ત જાતીય જીવન માણી શકો છો. આ માટે આજકાલ ઘણી અસરકારક સારવારો ઉપલબ્ધ છે જે તમને ફરીથી બેડરૂમમાં નવજુવાન બનાવી શકે છે.

નપુંસકતાની કાયમી સારવાર માટે દવાઓ સિવાય પણ બીજા વિકલ્પો હવે ઉપલબ્ધ છે. પેપાવરીન, પ્રોસ્ટાગ્લેનડીન અથવા તો ફેંટોલેમાઈન નામની દવાઓ પણ ઇન્દ્રિયમાં ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. આ સિવાય જો તમને નપુંસકતા વિનસ લીકેજના કારણે હોય તો વેક્યુમ પંપ પણ ઉપયોગી થઇ શકે છે.

તો આમ આ બધી સારવારમાંથી કઈ સારવાર તમારા માટે શ્રેષ્ઠ છે તે નક્કી કરવું ખૂબ જ અગત્યનું છે. આ પ્રશ્નનો ઉત્તર જેતે વ્યક્તિની તંદુરસ્તી તથા સારવાર અંગેની તેની ક્ષમતા સહિત અનેક બાબતો ઉપર આધાર રાખે છે. આ માટે તમારે તમારા ડૉક્ટરની સલાહ લઇ જેતે ક્વોલિફાઈડ સેક્સોલોજિસ્ટની મદદથી તમારા માટે કઈ સારવાર યોગ્ય છે તે નક્કી કરવું ખૂબ જ અગત્યનું છે.

નપુંસકતાની સમસ્યા નિવારવી કે તેમાં સુધારો કરવાનો ઉપાય તમારી રોજિંદી જીવનશૈલીમાં પરિવર્તન કરવાનો પણ છે. કેટલાક માણસો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી, વ્યસનમુક્ત થઈ, નિયમિત કસરત કરી, તણાવ ઓછો કરી આ સમસ્યાને પ્રમાણમાં ઘણી હળવી બનાવી શકે છે. આ વાત ડાયાબિટીઝના દર્દી માટે પણ એટલી જ સત્ય છે. ડાયાબિટીઝનો દર્દી પણ બીજાં લોકોની જેમ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ચોક્કસ જાતીય જીવન માણી શકે છે. તંદુરસ્ત જીવનશૈલી અને ડૉક્ટરના યોગ્ય માર્ગદર્શન દ્વારા તમે ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખવા ઉપરાંત બજારમાં આવેલ નવી સારવારથી નપુંસકતાની તકલીફ દૂર કરી શકો છો.

Most Popular

To Top