National

દિલ્હી: બાટલા હાઉસ એન્કાઉન્ટરના દોષિત ઇન્ડિયન મુજાહિદ્દીનના સંચાલક શહઝાદ અહેમદનું મોત

દિલ્હીના (Delhi) બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) મોહન ચંદ શર્માના હત્યારા આતંકવાદી (Terrorist) શહઝાદ અહેમદનું આજે મૃત્યુ થયું છે. આતંકવાદી શહજાદ ઈન્ડિયન મુજાહિદ્દીનનો (Indian Mujahideen) ઓપરેટર હતો. તે લાંબા સમયથી બીમાર હતો અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. શહઝાદને ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા સહિત અન્ય અધિકારીઓ (Officers) પર હુમલો કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. તે તિહાર જેલમાં બંધ હતો અને છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતો.

  • બાટલા હાઉસ એન્કાઉન્ટરના દોષિત ઇન્ડિયન મુજાહિદ્દીનના સંચાલક શહઝાદ અહેમદનું મોત
  • તે લાંબા સમયથી બીમાર હતો અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી
  • શહઝાદને ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા સહિત અન્ય અધિકારીઓ પર હુમલાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો

અરિઝ ખાનને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી
અગાઉ દિલ્હીની સાકેત કોર્ટે બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આતંકવાદી અરિઝ ખાનને દોષી ઠેરવ્યો હતો અને તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ઘ રેર કેસ ગણાવ્યો હતો. સપ્ટેમ્બર 2008ના એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા આતંકવાદીઓના ગોળીબારમાં શહીદ થયા હતા. આ મામલે ભારે રાજનીતિ થઈ હતી. ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યા કેસમાં અરિઝ ખાનને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

13 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીના કરોલ, બાગ કનોટ પ્લેસ, ઈન્ડિયા ગેટ અને ગ્રેટર કૈલાશ ખાતે શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 26 લોકો માર્યા ગયા હતા અને 133 ઘાયલ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે બોમ્બ બ્લાસ્ટ આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવ્યો હતો. 19 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને માહિતી મળી હતી કે બાટલા હાઉસના એક ફ્લેટમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીઓ ભાડેથી રહે છે.

વિસ્ફોટોના લગભગ એક અઠવાડિયા પછી જ્યારે દિલ્હી પોલીસના નિરીક્ષક મોહન ચંદ શર્માની આગેવાની હેઠળની ટીમ આતંકવાદીઓના છુપાયેલા ઠેકાણે પહોંચી ત્યારે પોલીસ ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે દિવસે સવારે ઈન્સ્પેક્ટર મોહન ચંદ શર્મા આતંકવાદીઓને પકડવા માટે એક ટીમ સાથે બાટલા હાઉસમાં બિલ્ડિંગ નંબર L-18ના ફ્લેટ નંબર 108 પર પહોંચ્યા હતા. ત્યાં આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં મોહન ચંદ શર્માને ત્રણ ગોળી વાગી હતી. બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Most Popular

To Top