World

24 કલાકમાં ઈઝરાયેલમાં ફાયરિંગની બે ઘટના, હુમલાખોર ઠાર

નવી દિલ્હી: ઈઝરાયેલમાં (Israel ) વધુ એક ફાયરિંગની (Firing) ઘટના બની છે. ભારતીય સમય અનુસાર શનિવારે બપોરે ઈઝરાયેલના ડેવિડ (Devid) શહેરમાં ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ (Injured) થયા હતા, જ્યારે હુમલો કરનારનું ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમજ પોલીસ દ્વારા હુમલોખોર વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે જેરૂસલેમમાં થોડા કલાકો પહેલા જ ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં સાત લોકોના મોત થયા હતા.

મળતી માહિતી બે દિવસમાં બેવાર ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, વિસ્તારની ઘેરાબંધી કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હુમલાખોરને ઘેરી લીધો હતો પરંતુ પોલીસના હાથે હુમલાખોર માર્યો ગયો હતો. મળતી માહિતી મુજબ, આ હુમલો જેરુસલેમના ડેવિડ શહેર પાસે થયો હતો.

તમને જણાવી દઈએ કે જેરૂસલેમની બહાર થોડા કલાકો પહેલા જ એક યહૂદી મંદિરમાં ફાયરિમગની ઘટના બની હતી. હુમલો થયો હતો, જેમાં 7 લોકોના મોત થયા હતા. જેરુસલેમમાં આ હુમલો શરણાર્થી કેમ્પમાં ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના એક દિવસ બાદ થયો છે. જોકે પોલીસે એન્કાઉન્ટરમાં હુમલાખોરને ઠાર માર્યો હતો. આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી, પરંતુ તે જેનિન હુમલા સાથે જોડાયેલી હોવાની આશંકા છે. જેમાં ઈઝરાયેલ આર્મીની કાર્યવાહીમાં 9 પેલેસ્ટાઈનના મોત થયા હતા.

ઈઝરાયેલ પોલીસે આતંકવાદી હુમલાની વાત કરી હતી
આતંકવાદી હુમલો ગણાવતા ઈઝરાયેલ પોલીસે કહ્યું કે આ અધિકૃત પૂર્વ જેરુસલેમના યહૂદી વિસ્તાર નેવે યાકોવમાં થયું છે. ગાઝામાં હમાસના પ્રવક્તા હાઝેમ કાસિમે જણાવ્યું હતું કે આ ઓપરેશન જેનિનના કબજાનો જવાબ હતો. પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે હુમલાની પ્રશંસા કરી હતી, પરંતુ હુમલાનો દાવો કર્યો ન હતો. સાથે જ અમેરિકાએ આ હુમલાની નિંદા કરી છે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેની અથડામણમાં 9ના મોત
ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો લોહિયાળ સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુરુવારે ઇઝરાયલી સેના અને પેલેસ્ટાઇન વચ્ચે થયેલી અથડામણમાં નવ પેલેસ્ટાઈનના મોત થયા હતા. આ ઘટના બાદ ઈઝરાયેલની સેનાએ કહ્યું કે તેઓએ કોઈ નિર્દોષને માર્યા નથી પરંતુ તેઓ ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ટુકડીને પકડવા માટે જેનિન ગયા હતા.

Most Popular

To Top