National

લખનૌમાં પાંચ માળની ઈમારત ધરાશયી, 3 લોકના મોત, ધણાંય દબાયા

લખનૌ: યુપીની રાજધાની લખનૌમાં એક મોટી દુર્ધટના ધટી છે. લખનૌના વજીર હસનગંજ રોડ ઉપર એક પાંચ માળની ઈમારત એકાએક ઘરાશયી છે. જેના કારણે ઈમારતમાં રહેતા ઘણાંય લોકો દબાય ગયા છે તેમજ 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જાણકારી મુજબ જે ઈમારત ધરાશયી થઈ છે તેનું નામ અલાયા એપાર્ટમેન્ટ છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તેમજ ફાયરની ટીમ ધટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે તેમજ રેસ્કયુ ઓપરેશન હાલ ચાલી રહ્યું છે. જાણકારી મુજબ ડેપ્યુટી સીમ બ્રિજેશ પાઠક પણ મોકાના સ્થાને પહોંચી ગયાં છે.

ઘટના સ્થળ પર મળી આવેલા મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમજ રેસ્કયુ ઓપરેશન હાલમાં કાર્યરત છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતની નોંધ લીધી અને SDRF અને NDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવા સૂચના આપી છે. આ સાથે સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને સારી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી હતી.

સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, SDRF અને NDRFની ટીમોને રાહત કાર્ય કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે અનેક હોસ્પિટલોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. NDRFની વધારાની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેમાં 45 જવાન રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

Most Popular

To Top