SURAT

બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપી પિતા સાથે ઘરે જતી સુરતની વિદ્યાર્થીને રસ્તામાં મળ્યું મોત

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે.

સુરત: ધોરણ-10 ની વિદ્યાર્થીનું ટ્રકની અડફેટે મોત થયું છે. ભેસાણ ચોકડી નજીક આ બનાવ બન્યો છે. ભેસાણ ચોકડી નજીક બાઇક સવાર પિતા-પુત્રીને ટ્રકે અડફેટે લીધા હતા. જેમાં વિદ્યાર્થીનીનું મોત થતા લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

મૃત્યુ પામનાર વિદ્યાર્થીનું નામ પ્રગતિ હતું. આજે તેનું અંગ્રેજી નું છેલ્લું પેપર હતું. પરીક્ષા પૂર્ણ થતા દીકરી અને પિતા બંને બાઈક પર આવી રહ્યા હતા. જે દરમિયાન અકસ્માતમાં પુત્રી મોતને ભેટી હતી. પ્રગતિનાં પિતા ક્રિભકોમાં કોન્ટ્રાકટ સુપર વાઇઝર છે. પ્રગતિ બે સંતાનોમાં એકની એક મોટી દીકરી હતી. દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

Most Popular

To Top