મધ્યપ્રદેશના જબલપુર પાસે આવેલા બરગી ડેમમાં એક મોજમસ્તીનો ક્રૂઝ પળોમાં જ કાળ બની ગયો,નર્મદા નદીના શાંત પાણીમાં ફરવા નીકળેલા પ્રવાસીઓ માટે આ સફર જીવલેણ સાબિત થઈ. માહિતી મુજબ, લગભગ 29 મુસાફરો સાથે નીકળેલી ક્રૂઝ બોટ અચાનક વાતાવરણ બગડતા બેલેન્સ ગુમાવી બેસી અને પાણીમાં ડૂબી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘણા હજુ પણ લાપતા હોવાનું સામે આવ્યું છે.
ઘટનાના નવા વીડિયો સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મુસાફરો લાઇફ જેકેટ માટે બૂમો પાડી રહ્યા હતા,પરંતુ સમયસર કોઈ મદદ મળી નહોતી. આ વીડિયો સુરક્ષા વ્યવસ્થાની મોટી ખામી પર સીધો સવાલ ઊભો કરે છે. બચી ગયેલા મુસાફરોના જણાવ્યા પ્રમાણે, અકસ્માત પહેલા જ બોટમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને કેટલાકે તો આક્ષેપ કર્યો કે સ્ટાફે પણ છેલ્લી ક્ષણોમાં મુસાફરોને છોડીને ભાગી ગયા. એક તરફ જ્યાં આફત વચ્ચે લોકો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા… ત્યાં બીજી તરફ સ્થાનિક લોકો અને રેસ્ક્યૂ ટીમોએ બહાદુરી દાખવી અનેક જીવ બચાવ્યા.
આ દુર્ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે શું પ્રવાસીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા હતી?
લાઇફ જેકેટ જેવી મૂળભૂત સુવિધા પણ ઉપલબ્ધ કેમ નહોતી?
એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી સતત ચાલી
પણ આ ઘટનાએ મોજમસ્તીના નામે થતી બેદરકારીનો ભયાનક ચહેરો સામે લાવી દીધો છે.
બરગી ડેમની આ દુર્ઘટના હવે માત્ર અકસ્માત નથી
પણ સિસ્ટમની મોટી નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહી છે.