મહિલાને બંધક બનાવી ₹3.86 લાખની લૂંટ કરનાર ચાર આરોપી ઝડપાયા
વિશાલ કોમ્પલેક્સમાં ચાકૂની અણીએ મહિલાને બંધક બનાવી દાગીના-રોકડ લૂંટ્યા; એલસીબીની ઝડપી કાર્યવાહીથી ગુનાનો ભેદ ઉકેલાયો: Valsad: શહેરના શાકભાજી માર્કેટ નજીક આવેલા Vishal Complex Valsadમાં ધોળે દિવસે મહિલાને બંધક બનાવી અંદાજે ₹3.86 લાખની લૂંટ કરનાર ચાર આરોપીઓને Valsad LCBએ ઝડપી પાડ્યા છે. આ કામગીરી એસપી Yuvrajsinh Jadeja ની સૂચના હેઠળ હાથ ધરવામાં આવી હતી.
મહિલાને અને કામવાળી બાઈને બંધક બનાવી લૂંટને આપ્યો અંજામ: ઘટના 28 એપ્રિલે ધોળે દિવસે બની હતી.
વિશાલ કોમ્પલેક્સના પ્રથમ માળે રહેતી મહિલા ઘરમાં એકલી હતી અને તેની સાથે કામવાળી બાઈ હાજર હતી. આ દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો ફ્લેટમાં ઘૂસી આવ્યા અને કામવાળી બાઈને બાંધી એક ખૂણે બંધક બનાવી,બાદ માં બાથરૂમમાં રહેલી મહિલાનું મોઢું દબાવી તેણીએ પહેરેલા દાગીના ઉતારી લીધા,સાથે જ મહિલાના હાથ-પગ બાંધી તેને બેડરૂમમાં બંધક બનાવી, ત્યારબાદ કબાટની ચાવી લઈ રોકડ અને દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા.
₹3.86 લાખની માલમત્તા લૂંટાઈ
લૂંટ દરમિયાન આરોપીઓએ નીચે મુજબની મત્તા લૂંટી:
રોકડ ₹3.21 લાખ
સોનાની ચેઇન
નાકની જળ
1 પાઉન્ડ સિક્કો
ચાંદીના સિક્કા
બગસરાના દાગીના
ધાતુ અને ચાંદીની મૂર્તિઓ
પીત્તળના દીવા (કિંમત અંદાજે ₹11,250)
કુલ મળી અંદાજે ₹3.86 લાખની લૂંટ કરી આરોપીઓ ફરાર થયા હતા.
એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબીની કાર્યવાહીથી ગુનાનો ભેદ ઉકેલાયો
ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. એસપી યુવરાજસિંહ જાડેજાની સૂચના અને ડીવાયએસપી એ.કે. વર્માના માર્ગદર્શન હેઠળ: CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ, બાતમીદારોની માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી.તપાસ દરમિયાન મોગરાવાડી વિસ્તારમાં રહેતા વિશાલ ઉર્ફ ડીજે જયપાલ કાંબલે ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની કડક પૂછપરછ દરમિયાન સમગ્ર લૂંટકાંડનો ભેદ ખુલ્યો હતો.
મહારાષ્ટ્રના ત્રણ સાગરિતો પણ ઝડપાયા
તપાસમાં બહાર આવ્યું કે આરોપી વિશાલે મહારાષ્ટ્રના પોતાના ત્રણ સાગરિતો સાથે મળીને લૂંટની યોજના બનાવી હતી. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં:
સાંઇ આનંદ ચૌવાણ (ઉ.19) – સતારા
આકાશ ઉર્ફ અક્ષય જાધવ (ઉ.19) – સતારા
રંજિત ઉર્ફ તાતિયા સુખદેવ માને (ઉ.31) – સતારા
નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી:
ચાકૂ
₹3.21 લાખ રોકડ
4 મોબાઇલ
દાગીના
જપ્ત કર્યા છે.
એક વર્ષ પહેલાં રંગકામ કરવા આવ્યો હતો આરોપી
તપાસમાં મહત્વની માહિતી સામે આવી છે કે મુખ્ય આરોપી વિશાલ લગભગ એક વર્ષ પહેલાં ફ્લેટની લોબીમાં રંગકામ કરવા આવ્યો હતો. તે સમયે તેને ખબર પડી હતી કે મહિલા ફ્લેટમાં એકલી રહે છે.પછી તેણે મહારાષ્ટ્રના પોતાના સાગરિતોને બોલાવી:બે-ત્રણ વખત રેકી કરી લૂંટની યોજના બનાવી અને અંતે ઘટનાને અંજામ આપ્યો
આરોપીઓ સામે અન્ય રાજ્યોમાં પણ ગુનાઓ નોંધાયેલા
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ સામે મહારાષ્ટ્રના સતારા, નાસિક અને સોલાપુર જિલ્લામાં પણ અગાઉ ગુનાઓ નોંધાયેલા છે. હાલમાં વલસાડ એલસીબી દ્વારા આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.