Dakshin Gujarat

પીંપરીની શાળાનું મકાન ખંડેર : 441 બાળકોનાં જીવ જોખમમાં

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં સરકારીમાંથી (Govt) ખાનગીકરણ (Privatization) થયેલી પીપરીની (Pipri) શાળાનું (School) મકાન ખંડેર હાલતમાં ફેરવાઈ જતા 441 બાળકોનાં જીવ જોખમમાં મુકાઈ ગયા છે. ડાંગનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ પીંપરીની શાળાને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2005-2006 દરમ્યાન પાંચ વર્ષનાં પી.પી.પી ધોરણે ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટને સોંપી ખાનગીકરણમાં તબદીલ કરી હતી. શાળામાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોને અદ્યતન સુવિધાઓ સાથે શિક્ષણ મળી રહે તથા શાળાનું મકાન નવુ બને તેવી શરતો સાથે સરકારે ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટને સોંપણી કરી હતી. પરંતુ શાળાનું ખાનગીકરણ થયાને આજે 17 વર્ષ વીતી ગયા છતાં ટ્રસ્ટીઓએ શાળાનાં મકાનને નહીં સુધારતા શાળાનાં ઓરડા ખંડેર હાલતમાં ફેરવાઈ ગયા છે.

સુવિધાઓનાં નામે માત્રને માત્ર દુવિધા
મકાનનાં સ્લેબ સહિત દીવાલનાં પોપડા ઉખડી જતા અભ્યાસ કરતા ધોરણ 9 થી 12નાં 441 આદિવાસી બાળકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.શાળાનું મકાન એટલી હદે જર્જરિત બની જતા પ્રાચીન સમયનાં પિરામીડની પ્રતિકૃતિનો અહેસાસ અપાવી રહ્યુ છે. શાળાની જમીન સરકારી આશ્રમશાળા સાથે સંલગ્ન હોય તેમ છતાંય બેદરકાર ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન સહિત સંરક્ષણ દીવાલ પણ બનાવી નથી. ભારતીય જનસેવા સંસ્થાન ટ્રસ્ટનાં બેદરકાર ટ્રસ્ટીઓએ કમાણીની લ્હાયમાં સરકારને અંધારામાં રાખી 17 વર્ષથી શાળાનું નવીનીકરણ નહીં કરી માત્ર સ્લેબ પર પતરા ગોઠવી બાળકોને સુવિધાઓનાં નામે માત્રને માત્ર દુવિધા આપતા તપાસનો વિષય બન્યો છે.

શાળાની જમીન સરકારી આશ્રમશાળા સાથે સંલગ્ન

છેવાડેનાં જિલ્લાનાં બાળકોનો શૈક્ષણિક વિકાસ છેવાડે જ રહી ગયો
આ શાળાઓને જોવાની જવાબદારી ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારીની છે. પરંતુ પગલા લેવાની જગ્યાએ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી પણ કુંભકર્ણની નિદ્રા પોઢી રહેતા માસૂમ આદિવાસી બાળકોનો જીવ જોખમમાં મુકાયો છે. ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ સરકારીમાંથી ખાનગીકરણમાં તબદીલ થયેલી પીંપરી શાળાને સરકારમાં પરત લેવાની જગ્યાએ આંખ આડા કાન કરતા છેવાડેનાં જિલ્લાનાં બાળકોનો શૈક્ષણિક વિકાસ છેવાડે જ રહી ગયો છે.

પુરાવા સરકારમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે
આ બાબતે ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યુ હતુ કે શાળાનો વહીવટ શિક્ષણ વિભાગે ખાનગી ટ્રસ્ટને સોંપાયો છે. પીંપરી શાળામાં ભણતા બાળકોનાં ભાવિને ધ્યાનમાં રાખી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે ખંડેર મકાનની મુલાકાત લીધી છે. ભારતીય જન સંસ્થાન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓએ શરતોનું પાલન નહીં કરતા આ શાળાનું મકાન ખંડેર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયુ છે. જેથી ડાંગ શિક્ષણ વિભાગે ખાનગી ટ્રસ્ટ વિરુદ્ધ રિપોર્ટ કરી પુરાવા સાથે સરકારમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.

Most Popular

To Top