હરિયાણા રાજ્યની ATM ફ્રોડ કરતી ગેંગના સુત્રધારને સજ્જનગઢથી દાહોદ પોલીસે ઝડપ્યો

દાહોદ: હરિયાણા રાજ્યની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્યસુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢ ખાતેથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડી તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા.૩,૧૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. થોડા સમય પહેલાંજ દાહોદના એક ૧૮ વર્ષીય યુવકના એટીએમમાંથી આ ભેજાબાજે રૂા.૮૫,૦૦૦ કાઢી લીધાનો ગુન્હો પણ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો.

તા.૨૭.૦૫.૨૦૨૧ થી તારીખ ૩૧.૦૫.૨૦૨૧ના સમયગાળા દરમ્યાન દાહોદ શહેરના યાદગાર ચોક તથા રેલ્વે સ્ટેશનના એટીએમમાંથી દાહોદ શહેરમાં રહેતો એક ૧૮ વર્ષીય યુવકના એટીએમ કાર્ડ મારફતે કોઈ અજાણ્યા ચોર ઈસમે રૂા.૮૫,૦૦૦ રૂપીયા કાઢી લઈ ઠગાઈ કરી હતી. દાહોદ કમાન્ડ કંન્ટ્રોલ નેત્રમ ખાતેના સીસીટીવી ફુટેજાેની પણ તપાસ હાથ ધરી હતી. દાહોદમા પ્રવેશતાં માર્ગાેના સીસીટીવી ફુટેજાે બારીકાઈથી  અભ્યાસ કરતી તેમાં શંકાસ્પદ અપાચી મોટરસાઈકલ તેમજ સ્કોડા ગાડીના નંબરની માહિતી પ્રસ્થાપીત થઈ હતી અને ટેકનીકલ સોર્ષના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતાં રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ ખાતે રહેતો ઈસમની સંડોવણી બહાર આવી હતી.

દાહોદ એલ.સી.બી.પોલીસની ટીમ સજ્જનગઢ ખાતે આ આરોપીના આશ્રય સ્થાને વોચ ગોઠવી ઉભી હતી અને આવતો જાેઈ તેને દબોચી લઈ દાહોદ મુકામે લઈ આવી હતી. આરોપીએ પોતાનું નામ અમીત રાજકુમાર મહાલા હોવાનું જણાવ્યું હતું.પોલીસ તપાસ દરમ્યાન ૯૪ એટીએમ કાર્ડ, ૦૧ લેપટોપ, ૦૩ બેન્કની પાસબુક, ૦૧ કાર્ડ રીડર,  ૦૬ બેન્કની ચેકબુક, ૦૧ સ્કેનર મશીન, ૦૨સીડી કેસેટ, ૦૧ આધાર કાર્ડ, ૦૨ મોબાઈલ ફોન, ૦૧ અપાચી મોટરસાઈકલ, રોકડા રૂપીયા ૩૮,૩૦૦ અને ૦૧ સ્કોડા ગાડી મળી પોલીસે કુલ રૂા.૩,૧૮,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.પકડાયેલ આરોપી રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગતળાઈ તાલુકાના લંકાઈ ગામે બેન્ક ઓફ બરોડામાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો.  બેન્કના એટીએમમાં જઈ એટીએમમાં પૈસા ઉપાડવા આવતાં ઈસમોને મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ પોતની પાસેના મશીનમાં ડેટા લઈ તેના પીન નંબર જાેઈ તેઓ પોતાના ઘરે જઈ લેપટોપ દ્વારા તે એટીએમના કાર્ડના ડેટા તેઓ પાસેના બ્લેન્ક કાર્ડમાં ટ્રાન્સફર કરી એટીએમ તૈયાર કરતાં હતા તેના વડે નાણા ઉપાડતા હતા.

Related Posts