દાહોદના વૃધ્ધનો OTP મેળવી રૂ. 4 લાખ ગઠિયાએ ઉપાડી લીધા

દાહોદ: દાહોદ શહેરમાં એક ૬૩ વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેન્ક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ રૂા.૩,૮૨,૩૮૩ રૂપીયા બેન્ક ખાતામાંથી ઉપાડી લઈ વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઓન લાઈન ફ્રોડ કરતી ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. લોકોને પોતાની લોભામણી જાહેરો, ગીફ્ટ વિગેરે આપવાના બહાને તેઓના બેન્ક ખાતામાંથી લાખ્ખો રૂપીયા પડાવી લેવામાં આવી રહ્યાં છે. ભુતકાળમાં પણ અનેક આવા કિસ્સાઓ પોલીસના ચોંપડે નોંધાઈ ચુંક્યાં છે ત્યારે વધુ એક બનાવને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ શહેરના ગોધરા રોડ,હજારીયા ફળિયામાં હરી કૃષ્ણરાય સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય નિવૃત એવા સુરેશભાઈ પ્યારેલાલ બિલરવાન દાહોદના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના પરેલ ફ્રિલેન્ડગંજ શાખામાં આવેલ સંયુક્ત સેવીંગ ખાતામાંથી કોઈ અજાણ્યા ઈસમે તેમના મોબાઈલ ફોન પર ફોન કરી, આગોતરૂ કાવતરૂં રચી અને લોભામણી જાહેરાત ઓપી ઓટીપી નંબરો મેળવી લીધાં હતા અને સુરેશભાઈ પ્યારેલાલ બિલરવાનના ખાતામાંથી કુલ રૂા.૩,૮૨,૩૮૩ તેમની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટમાંથી ઉપાડી લઈ વિશ્વાસઘાત, છેતરપીંડી કરતાં આ સંબંધે સુરેશભાઈ પ્યારેલાલ બિલરવાને દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts