Madhya Gujarat

કોરોના સમયમા પણ ગોવિંદગુરુ યુનિ.ધમધમતી રહી

       ગોધરા: ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોધરાના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ ના નેતૃત્વ હેઠળ કોિવડ 19 મહામારીના કપરા સમયમાં આ યુનીવર્સીટીએ અનેક ક્ષેત્રે વિવિધ કામગીરી દ્વારા આ સમયને અવસરમાં પલટવાનો પ્રયાસ કર્યો છે.

કુલપતિના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગની રાજય કક્ષાની વ્યાખ્યાન શ્રેણીની શરઆત કરવામાં આવી જે વ્યાખ્યાન શ્રેણીમાં નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાના વકતાઓએ તેમના વ્યાખ્યાનોનો લાભ આપ્યો. એ જ રીતે નેટ સ્લેટ અને પીએચડીના ઓનલાઈન કલાસીસ દ્વારા ઘરે બેઠા ઉત્તમકક્ષાના તજજ્ઞો દ્વારા પરીક્ષાલક્ષી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.

વિવિધ વિદ્યાશાખાઓમાં સંશોધનને વેગ મળે એવા હેતુથી ચાલુ વર્ષે અધ્યાપકોને પીએચડીના ગાઈડ તરીકેની માન્યતા આપવામાં આવી. મેડીકલ ક્ષેત્રે પણ સંશોધનનનો વ્યાપ વધે તે હેતુથી યુનીવર્સીટી મેડીકલના વિદ્યાર્થીઓ માટે પીએચડી પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. 2019 માં યુનીવર્સીટીના તમામ સ્ટેક હોલ્ડર્સને યુનીવર્સીટીની સંપુર્ણ માહીતી મળી રહે તે માટે વર્ચ્યુઅલ એપ્લીકેશન ડેવલોપ કરી હતી.

તે જ રીતે વર્ષ 2020 માં યુનીવર્સીટીની વેબસાઈટ નવા ફીચર્સ અને નવા લૂક સાથે અપગ્રેડ કરી યુઝર ફ્રેન્ડલી બનાવવામાં આવી હતી. વર્ષ 2015-2016 થી યુનીવર્સીટી ભવનનો વહીવટી રીતે ગૂંચવાયેલો પ્રશ્ન કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે પોતાની આગવી સૂઝથી ઉકેલી તેની ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ કરી ભવન બાંધકામની ઓર્ડર આપી દીધો છે તેનું પૂરક કામ સ્થળ પર શરૂ થઈ ગયેલ છે.

ટુંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે ભવન નિર્માણ માટેનું ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. ઓફલાઈન ઓનલાઈન પરીક્ષા કોઈપણ પ્રકારની સમસ્યા વિના સંપન્ન થઈ છે આ માટે કુલપતિએ દરેક કોલેજોને કોરોના અંગેની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવા વિનંતી કરી હતી જેનું કોલેજોએ સહજતાથી પાલન કર્યું છે.

કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે પોતાના કાર્યકાળના બીજા વર્ષમાં આ િવસ્તારના વિદ્યાર્થીઓને ઘર આંગણે સરળતાથી અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ મળી રહે એવા સદાશયથી નવા ચાર અનુસ્નાતક વિભાગો ગુજરાતી સંસ્કૃત અંગ્રેજી સમાજશાસ્ત્ર શરૂ કરાયા. યુનીવર્સીટીની પ્રવેશ પ્રક્રીયા પીએઈસી માઈગ્રેશન રીએસેસમેન્ટ રીચેકીંગ પ્રવોઝીનલ ડીગ્રી સર્ટીફીકેટ વગેરે જેવી પ્રક્રીયાઓ ઓનલાઈન કરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top