National

કોરોના સંકટ: વડા પ્રધાનની સમીક્ષા બેઠક, રસીકરણની ગતિ જાળવવા પર ભાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ ગુરુવારે દેશમાં કોરોના વાયરસ (CORONA VIRUS IN INDIA) ચેપની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક (REVIEW MEETING) યોજી હતી. વડા પ્રધાન કાર્યાલય (PMO) એ કહ્યું કે મીટિંગમાં તેમને વિવિધ રાજ્યોમાં કોવિડના ફેલાવા વિશે માહિતી આપવામાં આવી. પીએમઓ અનુસાર વડા પ્રધાનને કહેવામાં આવ્યું હતું કે લગભગ 12 રાજ્યોમાં એક લાખથી વધુ કેસ સક્રિય છે. 

જે જિલ્લાઓમાં વધુને વધુ આ રોગને કારણે મોત નોંધાઈ રહ્યા છે, તેમને પણ માહિતગાર કરાયા હતા. વડા પ્રધાન મોદીએ રાજ્યોમાં રસીકરણની ગતિ ઓછી ન કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન (LOCK DOWN) હોવા છતાં નાગરિકોને રસી અપાવવી જોઈએ અને આ કામગીરીમાં રોકાયેલા આરોગ્ય કર્મચારીઓને બીજી કોઈ જવાબદારી ન આપવી જોઈએ. પીએમઓએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીને રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવતી આરોગ્યસંભાળ (HEALTH CARES) માળખાગત માહિતી આપવામાં આવી હતી. પીએમ મોદીએ નિર્દેશ આપ્યો કે રાજ્યોને આરોગ્ય સેવાઓના માળખાગત સુવિધામાં સુધારો લાવવા માટેના મુખ્ય સૂચકઆંકો પર સહાય અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ.

આ બેઠકમાં ચેપ નિવારણ માટે ઝડપી અને સાકલ્યવાદી પગલાં સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે રાજ્યોને એક એવા સલાહકાર મોકલવામાં આવ્યા છે કે જે જિલ્લાઓ ચિંતાજનક છે, જ્યાં કેસ પોઝિટિવિટી 10 ટકા કે તેથી વધુ છે અને ઓક્સિજન અથવા આઈસીયુ બેડ 60 ટકાથી વધુ ભરેલા છે.

પીએમઓએ કહ્યું કે બેઠક દરમિયાન વડા પ્રધાન મોદીએ દવાઓની ઉપલબ્ધતાની સમીક્ષા પણ કરી હતી. તેમને રેમડેસિવિર સહિત અન્ય દવાઓના ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ રસીકરણની પ્રગતિ તેમજ આગામી કેટલાક મહિનાઓમાં રસીના ઉત્પાદનમાં વધારો કરવા માટેના રોડમેપની પણ સમીક્ષા કરી.

Most Popular

To Top